ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે ગ્રામ પંચાયતના રાજકારણમાં ટાટીયા ખેચ પ્રતિસ્પર્ધામાં સરપંચ ગેરલાયક ઠર્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામપંચાયત ની સતત ચાર બેઠકમાં ગેરહાજર રહેલા ઉપસરપંચ ને ગેરલાયક ઠરાવાતો ઠરાવ કારોબારી સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો હોય ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા અધિક વિકાસ કમિશનર ને રજૂઆત કરવામાં આવતાં નાના એવા બાંદ્રા ગામનું રાજકારણમાં ગરમાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલા ગોંડલ તાલુકાના બાંદ્રા ગામ ના સરપંચ રાજેશભાઈ રૈયાણી સરપંચ પદેથી ગેરલાયક ઠરવા પામ્યા હતા અને સરપંચનો ચાર્જ સોપવા માટે ઉપસરપંચ સગુણાબેન હર્ષદભાઈ પાડલીયા ની તાજવીજ હાથ ધરાઇ હતી પરંતુ ઉપસરપંચ સગુણાબેન સતત ચાર બેઠકમાં ગેરહાજર રહ્યા હોય જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ની બેઠકમાં ગેરહાજરી સબ કલમ 58 મુજબ ગેરલાયક ઠરવા તો ઠરાવ કારોબારી સમિતિ દ્વારા રદ કરી સભ્યોને સાંભળી ફરી નિર્ણય કરવામાં આવે તેઓ ઠરાવ કરાયો હતો પરંતુ સભ્યને સાંભળવામાં આવ્યા ન હોય બાંદ્રા ગ્રામ પંચાયત સભ્ય ભગવાનજીભાઈ વકાતર દ્વારા ઉપરોક્ત બાબતે અધિક વિકાસ કમિશનર સમક્ષ ફરિયાદ કરાતા ફરી નાના એવા બાંદ્રા ગામ નું રાજકારણ ગરમાયું છે.