અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ પહેલા પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે CoE ખાતે યોજાશે કડક ટેસ્ટ
આઇપીએલમાં પીઠના દુખાવા અને હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાતા બંને સ્ટાર ખેલાડીઓ મેડિકલ ટીમના ગ્રીન સિગ્નલ બાદ જ રમી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી ત્રણ મેચોની વન-ડે સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં) એ કડક વલણ અપનાવતા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને અલ્ટીમેટમ આપ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા બંને ખેલાડીઓએ બેંગલુરુ સ્થિત ’સેન્ટર ઓફ એક્સેલન્સ’ (ઈજ્ઞઊ) ખાતે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.
ઇઈઈઈં દ્વારા અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના નામની આગળ ફિટનેસની શરત મૂકવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા 2 જૂને બેંગલુરુ સ્થિત ઇઈઈઈં સેન્ટર ઓફ એક્સીલન્સ પહોંચી ગયો છે, જ્યાં તે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી સખત ફિટનેસ ડ્રિલ અને શારીરિક આકલનમાંથી પસાર થશે. મેડિકલ ટીમ તરફથી ’રીટર્ન ટુ પ્લે’ (છઝઙ) ક્લિયરન્સ મળ્યા બાદ જ મેદાન પર તેમના રમવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ઈંઙક 2026માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે હાર્દિક પંડ્યાને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા નડી હતી, જ્યારે રોહિત શર્મા પણ ઈંઙક દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાતો હતો.
બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માની ફિટનેસ અંગે બચાવ કરતા દાવો કર્યો હતો કે, રોહિત હવે 100 ટકા ફિટ છે. ઈંઙક માં રોહિતનો ’ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે ઉપયોગ માત્ર ટીમની રણનીતિનો એક ભાગ હતો અને તેનો ફિટનેસ સાથે કોઈ સંબંધ નહોતો. જોકે, ઇઈઈઈં કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.
ત્રણ વન-ડે મેચોની સિરીઝ આગામી 13 જૂનથી ધર્મશાલા ખાતે શરૂ થશે. બીજી વન-ડે 17 જૂને લખનઉ અને ત્રીજી તથા અંતિમ વન-ડે 20 જૂને ચેન્નાઈ ખાતે રમાશે. ભારતીય પસંદગીકારોએ આ સિરીઝ માટે શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવ્યા છે.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા (ફિટનેસને આધીન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ફિટનેસને આધીન), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.



