પ્રાંત અધિકારીએ કરેલી મહેનત સામે રાજકીય દબાણથી તંત્ર ઘૂંટણીયે પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગે ખનિજ ચોરી પાછળ રાજકીય નેતાઓ હોવાનું અનેક કિસ્સાઓમાં સામે આવે છે તેવા રાજકીય નેતાઓ ખનિજ ચોરીને રોકવાને બદલે ખનિજ માફિયાઓને પ્રોત્સાહન આપતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે છેલ્લા કેટલાક સમયથી ચાલતા ગેરકાયદેસર પથ્થર અને માટીના ખનન પર ગત 2 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા એક હિટાચી મશીન અને ત્રણ ખનિજ વહન કરતા ડમ્ફર સહિત 60 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. ખનીજ ચોરી ઉપયોગ થતા વાહનોને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા હતા પરંતુ આ ખનિજ ચોરી પાછળ રહેલા રાજકીય નેતાએ દરોડા બાદ ખનિજ માફિયાઓના વાહનો તત્કાળ છોડાવી દેવાનું બીડુ ઝડપાયું હોય તેની માફક ધમપછાડા કર્યા હતા અને અંતે છેક ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલયથી પણ દબાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે અંતે રાજકીય દબાણથી ઘૂંટણીયે થયેલા તંત્રે તાત્કાલિક જપ્ત કરેલા વાહનો છોડી મૂક્યા હતા. જોકે પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી કરતા મુદામાલને સીઝ કરી જાવક નંબર મારફતે કાયદેસર પ્રક્રિયા કરી સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગને દંડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં સામાન્ય લોકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે એક મહિના જેટલો સમય લાગી જાય છે પરંતુ ગોપાલગઢ ગામે ઝડપાયેલ વાહનો માટે એક અઠવાડિયામાં જ છૂટા કરી દેવાયો હોવાના પણ આક્ષેપ કરાયા છે. ત્યારે આ કિસ્સાથી એક વાત તો નક્કી થઈ કે ખનિજ ચોરી કરવા માટે રાજકીય ઓથ હોવી પણ ખૂબ જ જરૂરી છે.
ગોપાલગઢ ગામે ખનિજ ચોરીમાં ઝડપાયેલ વાહનોની વિગત
(1) જીજે 20 એક્સ 0947
(2) જીજે 12 બી ડબલ્યુ 5324
(3) જીજે 18 એ એક્સ 8810
- Advertisement -
તંત્રની કામગીરી સામે પણ સવાલ
ગોપાલગઢ ગામે ગત 2 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારીએ હિટાચી અને ત્રણ ડમ્ફર જપ્ત કરતા હતા પરંતુ રાજકીય નેતાઓના ફોન રણકતા સીઝ કરેલ હિટાચી મશીનથી તે દિવસે રાત્રે જ ઉપયોગમાં લેવાયું હતું.
રાજકીય દબાણથી ખનિજ માફિયાઓને પ્રોત્સાહન મળતા ખનિજ ચોરી યથાવત
પ્રાંત અધિકારીએ ડેરી કરતા બાદ રાજકીય દબાણ આવતા તંત્રે તાત્કાલિક વાહનો છૂટા કરી દેવાના મામલે ખનિજ માફિયાઓને પ્રોત્સાહન મળ્યું હતું અને ફરીથી અહીં ખનિજ ચોરી શરૂ કરી તંત્રને પડકાર ફેક્યો છે.



