By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    24 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    24 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 day ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 day ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    23 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 day ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 day ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
રાજકોટ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

Khaskhabar Editor
Last updated: 2026/09/17 at 2:02 PM
Khaskhabar Editor 12 minutes ago
Share
5 Min Read
SHARE

2.20 કરોડના ખર્ચે જૂના આર્ક ટાઇપ ક્લવર્ટનું નવીનીકરણ

એક વર્ષથી બંધ માર્ગ ખુલ્લો થતાં લીમડા ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જતાં વાહનચાલકોને દોઢ કિલોમીટરના વધારાના ફેરામાંથી મુક્તિ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા હરિહર ચોક ખાતે જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં
આવી છે. અંદાજે રૂ. 2.20 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ કામનું લોકાર્પણ થતાં છેલ્લા એક વર્ષથી વાહનવ્યવહાર માટે બંધ રહેલો હરિહર ચોક હવે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. માર્ગ ખુલ્લો થતાં લીમડા ચોકથી
ચૌધરી હાઈસ્કૂલ તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકોને દરરોજ દોઢ કિલોમીટર સુધીના વધારાના ફેરામાંથી રાહત મળી છે. હરિહર ચોક બોક્સ કલવર્ટના લોકાર્પણ પ્રસંગે રાજકોટના મેયર, ધારાસભ્ય, શહેર ભાજપ
પ્રમુખ સહિતના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સાથે એક વર્ષથી બંધ રહેલો માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.

હરિહર ચોક ખાતે જૂનું ક્લવર્ટ જર્જરિત બની જતાં તેની જગ્યાએ નવું બોક્સ કલવર્ટ અને રિટેઈનિંગ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાંધકામની જટિલ કામગીરી દરમિયાન વાહનચાલકો તેમજ
રાહદારીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે માર્ગ પર વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. પરિણામે આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવે ક્લવર્ટનું
કામ પૂર્ણ થઈ માર્ગ ખુલ્લો મુકાતા સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, સદર બજાર, હોસ્પિટલ ચોક અને ચૌધરી
હાઈસ્કૂલ તરફ જતા લોકોને અગાઉની સરખામણીએ વધુ સરળતાથી પોતાના સ્થળ સુધી પહોંચી શકાશે.

હરિહર ચોક ખાતે ક્લવર્ટની કામગીરી ચાલી રહી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા અંતર્ગત કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરિહર ચોક તરફ
જતાં બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનચાલકોની સુવિધા
માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે આ ડાયવર્ઝનના કારણે રોજિંદી અવરજવરમાં વાહનચાલકોને વધારાનો સમય અને ઈંધણ ખર્ચવું પડતું હતું. લીમડા ચોક અને પંચનાથ મંદિર રોડથી હરિહર ચોક થઈ
ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માગતા વાહનોને હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબિલી ગાર્ડન ચોક અને જવાહર રોડ તરફથી ફરીને જવું પડતું હતું. આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકી, સદર વન-વે, ફૂલછાબ ચોક, આર-વર્લ્ડ
સિનેમા, શારદાબાગ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, ભીલવાસ ચોક અને કાશી વિશ્વનાથ મેઈન રોડ થઈને વાહનવ્યવહાર કરવામાં આવતો હતો. આ વૈકલ્પિક માર્ગોના કારણે વાહનચાલકોને દરરોજ અંદાજે 1થી 1.5
કિલોમીટર સુધીનો વધારાનો ફેરો ફરવો પડતો હતો. ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હતું. હવે હરિહર ચોક ખુલ્લો મુકાતા આ વધારાની અવરજવર ઘટવાની સાથે
વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થવાની શક્યતા છે.

- Advertisement -

લોકાર્પણ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, શહેરના હરિહર ચોક ખાતે ચાલી રહેલા બોક્સ કલવર્ટનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કામનું લોકાર્પણ થતાં દરરોજ અહીંથી પસાર થતા
હજારો વાહનચાલકોને રાહત મળશે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે, નવા બોક્સ કલવર્ટના નિર્માણથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકશે, જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણમાં પણ મદદ મળશે.
માર્ગવ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ કામથી સ્થાનિક વિસ્તારને ઉપયોગી માળખાકીય સુવિધા મળી છે.

કામની સંપૂર્ણ વિગતો દર્શાવતું બોર્ડ લગાવાયું
મેયર ડો. નેહલ શુક્લાએ જનરલ બોર્ડમાં લેવાયેલા નિર્ણય અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્લવર્ટના કામ અંગે કયા કોન્ટ્રાક્ટરે કામગીરી કરી, ક્યારે કામ શરૂ થયું, ક્યારે પૂર્ણ થયું, કેટલો ખર્ચ
થયો અને કયા સમયગાળા સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે તે સહિતની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ પ્રકારની વિગતો જાહેર કરવાથી નાગરિકોને વિકાસકાર્યો અંગે માહિતી મળી રહે અને કામગીરીમાં
પારદર્શિતા જળવાઈ રહે તેવો હેતુ છે. મેયરે જણાવ્યું હતું કે, હવે પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનારા તમામ કામોમાં પણ આ પ્રકારે વિગતો દર્શાવતા બોર્ડ લગાવવામાં આવશે.

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
Next Article રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?