પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી
યુક્રેન-રશિયા યુદ્ધની અસર હવે દુનિયાના અન્ય દેશો પર પણ વર્તાઇ રહી છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ઈંધણ પર પણ યુક્રેન-રશિયા યુદ્ધની અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા માટે અચાનક પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરાયો છે. જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નાયરા કંપની દ્વારા અચાનક પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો બંધ કરાયો છે. વાડીનાર ન્યારા કંપની રાજકોટ, જુનાગઢ ,જામનગર, પોરબંદર, દેવભુમિ દ્રારકા, અમરેલી, દિવમાં પેટ્રોલ ડિઝલની સપ્લાય અચાનક બંધ કરી દેવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ થતા પેટ્રોલ પંપ સંચાલકોની મુશ્કેલીઓ વધી છે.


