વિદ્યાર્થીને ફાળવાયેલ જગ્યાએ બેસવાનું કહેતા લોકપ્રિય વાંચનાલયની શાંતિમાં ભંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકા સંચાલિત ગોપાલ ચોક પાસે આવેલ અદ્યતન લાઈબ્રેરીમાં આજે પ્રથમવાર ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. લાઈબ્રેરીના સ્ટાફ સાથે એક યુવતીએ ઉશ્કેરણી કરતા ટોળુ ભેગુ થઈ ફરજમાં રૃકાવટ કર્યાના આક્ષેપ મનપા સૂત્રોએ કર્યા હતા તો સામે લાઈબ્રેરી સ્ટાફે ઉધ્ધત વર્તન કર્યાના આક્ષેપો થયા હતા અને લાઈબ્રેરી પરિસરમાં વિદ્યાર્થીઓ, વાંચકોનું ટોળુ જમા થઈ ગયું હતું.
મ્યુનિ.સૂત્રો અનુસાર આ લાઈબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર છાપ, મેગેઝીન વગેરે વાંચવા માટે જનરલ વાંચકો માટે છે જ્યારે પ્રથમ માળે વિદ્યાર્થીનીઓ માટે અને બીજા માળે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા રખાઈ છે. આજે વાંચવા આવેલ એક કોન્સ્ટેબલ યુવતી સહિત કેટલાક યુવાનો ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તેમને લાઈબ્રેરી સ્ટાફ દ્વારા વ્યવસ્થાના ભાગરૃપે નિયત કરેલ ખંડમાં વાંચવા જવાનું કહેતા વિરોધ કર્યો હતો.
- Advertisement -
બાબુભાઈ વૈઘ્ય લાઈબ્રેરીમાં એક વિધાર્થીની સાથે નજીવી બાબતે ત્યાંના સ્ટાફના માણસે હાથ ઉપાડવા સુધી ગેરવર્તણૂક બાદ 300 જેટલા વિધાર્થીઓ એકઠા થઈ કર્યો હોબાળો… NSUI જીલ્લા ટીમ વિધાર્થીનીઓના સમર્થનમા પહોચી રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.


