સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી ગયા બાદ યાડોમાં કપાસની નવી આવક શરૂ થઇ છે. તેમજ વેપારીઓએ સંગ્રહ કરેલો જૂનો માલ વેચવા કાઢતા બજારમાં પૂરતો સ્ટોક આવતા પાંચ મહિના બાદ ખાદ્યતેલોમાં રૂ.150નો ઘટાડો થયો છે. તેમજ આવનાર દિવસોમાં વધુ રૂ.150નો ઘટાડો આવે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પૂર્વે રાજકોટમાં સિંગતેલનો ભાવ રૂ.1530થી રૂ.2580એ પહોંચ્યો હતો. જેમાં રૂ.140નો ઘટાડો થતા સિંગતેલના નવાટીનનો ભાવ રૂ.2390થી 2440ની સપાટીએ પહોંચ્યો છે.



