ચાણસ્મા તાલુકાના સુણસર ગામના વતનીયો દ્વારા પંડિત દિન દયાળ મકાન સહાય યોજનામાં પોતાના ફોર્મ ભરેલા અને એમના પછી જે લોકોએ મકાન સહાયની માગણી કરી તેમાં વાલા દવલાની નીતિ અપનાવીને અધિકારીઓએ સૌપ્રથમ ફોર્મ ભરનારને અન્યાય કર્યો છે
અગાઉ જેમને ફોર્મ ભરેલા હતા તેમાંથી છ લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવેલું નથી
ત્યારબાદ જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમને ચેકનું વિતરણ થઈ ગયેલું છે
આજરોજ સુણસર ગામ ના આ છ જણા પાટણ જિલ્લા સેવા સદન ખાતે સમાજ સુરક્ષાની ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હતું
આવેદનપત્ર આપતા સમયે શ્રી ગોહિલ સાહેબ જોડે મૌખિક એવી રજૂઆત કરી હતી કે અમને ચેક નહીં આપવાનું કારણ અમોએ એમની પાસે કોઈ વ્યવહાર કરેલો નથી
જયેશભાઈ પટેલ નામના અધિકારી અમારી પાસે ચેક આપવાના રૂપિયા માગે છે એવો એમને આક્ષેપ કર્યો હતો
શું પ્રજાને પોતાની સહાય મેળવવા પણ અધિકારી વ્યવહાર કરવાની માંગણી કરે છે?
શુ આવા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ થશે?
જો આ ભ્રષ્ટ અધિકારીઓ પાટણ જિલ્લાની સમાજ સુરક્ષા શાખામાં હોય તો તેમ ની તમામે તમામ તપાસ કરવી જરૂરી છે
સુણસર ગામ ના લોકો આ બાબતે જયેશભાઈ પટેલ ની અધિકારીઓ દ્વારા તપાસ થાય એની પણ માગણી કરી છે
ગોસાઈ સાહેબે આવેદનપત્ર સ્વીકારતાં જણાવ્યું હતું કે આપની જે કોઈ માગણી હશે તેની તપાસ કરીને તમોને ગુરુવાર સુધીમાં ન્યાય આપવાની કોશિશ કરીશું
- જેઠી નિલેશ (પાટણ)