નવી દિલ્હીના કેન્દ્રિય સૈનિક બોર્ડના ગત તા.૨૫ સપ્ટેમ્બરના પત્ર અન્વયે કોરોના વાયરસ મહામારીના કારણે ધો.૦૧થી ૦૯ અને ધો.૧૧ માટે ઑનલાઈન ફોર્મ ભરવાની તા.૩૦ સપ્ટેમ્બર આપવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ફોર્મ ભરવાની સમયમર્યાદા તા.૩૦ નવેમ્બર,૨૦૨૦ કરવામાં આવી છે.
માજી સૈનિક, દિવંગત સૈનિકના ધર્મપત્નિઓ પોતાના અભ્યાસ કરતાં સંતાનોના ફોર્મ અભ્યાસના પરિણામ મોડા આવવાના કારણે ઑનલાઈન ફોર્મ ભરી ન શક્યા હોય તેઓ હવે આગામી તા.૩૦ નવેમ્બર સુધીમાં સ્કોલરશિપના ફોર્મ નવી દિલ્હીના કેન્દ્રિય સૈનિક બોર્ડની વેબસાઈટ www.ksb.gov.in પર ઑનલાઈન ભરી શકશે. વધુમાં પરીક્ષા ન લેવાના કારણે સ્કુલ, કૉલેજ તરફથી માર્કશીટ ન આપવામાં આવી હોય તો સ્કુલ કે કૉલેજ તરફથી Promoted to The Next Class વાળું સ્કુલ કે કૉલેજના આચાર્યના સહી-સિક્કાવાળું પ્રમાણપત્ર મેળવી વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે. આ માટે વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ટેલીફોન નં.૦૨૭૬૨-૨૨૦૨૩૫ પર સંપર્ક કરી શકાશે.