સ્પોન્સરશીપ કે પાસની કોઈ કિંમત રાખવામાં આવી નથી માત્ર સ્વૈચ્છિક અનુદાન એ જ સેવાના ધ્યેય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં પ્રથમ વખત સંપૂર્ણ પારિવારિક માહોલ અને પ્રાચીન ગરબા અને ગીતો સાથે સનાત સંસ્કૃતિ,ધર્મ સ્થાપના, સેવા અને સમાજકલ્યાણ માટે એક દિવસીય ઓમકારા સનાતન ગરબાનું આયોજન કરવમાં આવ્યું છે. આગામી તા સપ્ટેમ્બર રવિવાર 21ના રોજ સાંજે વાગ્યે 7:00 વાગ્યે 150 ફૂટ રીંગ રોડ પર સનાતન નવરાત્રી ગ્રાઉન્ડ, શીતલ પાર્ક, આર,કે વર્લ્ડ ટાવરવાળી શેરીમાં આ એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કોઈ વેપાર કે પ્રસિદ્ધિ માટે નથી, પરંતુ માત્ર સદગુરુદેવ ઓમ દાદાની દિવ્ય પ્રેરણાથી શક્ય બન્યું છે. તેમની પ્રેરણા છે કે સાચી નવરાત્રી એ છે જ્યાં દરેક હૃદયમાં રહેલી કરુણા, સેવા અને ભક્તિનો જાગૃત અવસર મળે. નવરાત્રીના આરંભે ભક્તિ, સેવા અને સનાતન સંસ્કૃતિનું મહાસંગમમાં આ ગરબાના આયોજનમાં કોઈ સ્પોન્સરશીપ કે પાસની કોઈ કિંમત રાખવામાં આવી નથી માત્ર સ્વૈચ્છિક અનુદાન એ જ સેવાના ધ્યેય સાથે આશરે દસ હજાર જેટલા ખેલૈયા અને દર્શકોની ઉપસ્થિતિમાં આ ભવ્ય ઓમકારા સનાતન ગરબા યોજાશે.



