By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    10 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    10 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુસ્લિમ યુવાને પાટીદાર યુવતીને ફસાવી લગ્ન કરી લીધાં, લગ્ન પછી આપ્યો ભયંકર ત્રાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > મુસ્લિમ યુવાને પાટીદાર યુવતીને ફસાવી લગ્ન કરી લીધાં, લગ્ન પછી આપ્યો ભયંકર ત્રાસ
વડોદરા

મુસ્લિમ યુવાને પાટીદાર યુવતીને ફસાવી લગ્ન કરી લીધાં, લગ્ન પછી આપ્યો ભયંકર ત્રાસ

Khaskhabar Editor
Last updated: 2021/06/26 at 5:12 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

લવ જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરા

વડોદરાની ઘટના: લગ્ન પછી પતિ મોહિબ સાવ બદલાઈ ગયો, યુવતીને બુરખો પહેરવા-નમાઝ પઢવા દબાણ કરતો

લવ જેહાદ કાનૂન લાગુ પડતાં જ પીડિતાઓની હિંમત ખૂલી…

ખાસ-ખબર સંવાદદાતા
વડોદરા લવ જેહાદના કેસમાં એ.પી. સેન્ટર બની રહ્યું છે. ભુતકાળમાં 6 મહિનામાં લવ જેહાદના 6 કિસ્સા બાદ 6 દિવસે બીજો ગુનો નોંધાયો છે. 23 વર્ષીય પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપૂર્વક નિકાહ કર્યા હતાં. તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઈ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિબ પઠાણ પથા તેના ભાઈ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. યુવતીએ વાતચીતમાં બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું હોવાનું કહ્યું હતું.

Contents
લવ જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરાવડોદરાની ઘટના: લગ્ન પછી પતિ મોહિબ સાવ બદલાઈ ગયો, યુવતીને બુરખો પહેરવા-નમાઝ પઢવા દબાણ કરતોલવ જેહાદ કાનૂન લાગુ પડતાં જ પીડિતાઓની હિંમત ખૂલી…અગાઉ મોહિબે વચન આપ્યું હતું કે ‘તને હિન્દુ ધર્મ પાળવા દઈશ!’ પણ પછી ફરી ગયોપૂર્વનિયોજિત ષડયંત્ર?: તપાસ થશેજેઠ મોહસીન પણ લખ્ખણ ઝળકાવતો હતો

શહેરના જુના છાણી રોડ પર રહેતી 23 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિલાષા ચાર રસ્તા પાસેની સોસાયટીમાં રહે છે. 2018માં તેનો સંતોક નગરના મોહિબ પઠાણ સાથે પરિચય થયો હતો ત્યારબાદ તેને વાતોમાં ફસાવી 2020માં તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતાં. લગ્ન બાદ મોહિબ પઠાણે તેની સાથે અશ્ર્લિલ ચેષ્ટાઓ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યુ હતું.

- Advertisement -

ત્યારબાદ તે લગ્ન બાદ મોહિબના ઘેર રહેવા આવી ત્યારે તે સાથે માતાજીના ફોટા અને શિવજીની મૂર્તિ લાવી હતી અને તે ઘરમાં પૂજા પાઠ કરતી ત્યારે મોહિબે તે મારી સાથે નિકાહ કર્યા છે તો હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેમ જણાવી મોહિબ ઉશ્કેરાયો હતો અને માતાજીના ફોટા ફાડી નાખ્યા હતા અને શિવજીની મૂર્તિ નીચે નાખી દીધી હતી. મોહિબ તેને અવારનવાર મારઝુડ કરતો હતો. યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેનું નામકરણ કરી તેનું નામ શિવ રાખતા મોહિબ ઉશ્કેરાયો હતો અને આ છોકરો મારો છે અને તેનું નામ હું મુસ્લિમ ધર્મ મુજબ રાખીશ તેમ જણાવ્યું હતું. તે પુત્રને શિવ કહીને બોલાવે ત્યારે મોહિબ તેને મારઝુડ કરતો હતો ત્યારબાદ મોહિબના ભાઈ અને તેના પિતાએ પણ તેને ત્રાસ ગુજાર્યો હતો. પતિ, જેઠ અને સસરાના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેની માતાના ઘેર જવાનું કહેતાં મોહિબે તેને માર માર્યો હતો. યુવતીએ આખરે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસીન પઠાણ તથા પિતા ઇમ્તીયાઝની ધરપકડ કરી હતી.

યુવતીને કેવી રીતે ફસાવી શૈતાન મોહિબે? 
યુવતીએ જણાવ્યું હતું કે મોહિબ તેને લગ્ન કરવાનું જણાવતો હતો અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ અને જો તું મારી ના થઈ તો કોઈની થવા નહીં દઉં અને આ પ્રકારે તેણે લગ્નનું દબાણ કરી મોહિબે તું તારી મરજીથી હિન્દુ ધર્મ પાળી શકીશ તેમ કહ્યું હતું. 2018માં યુવતી ધોરણ 12ની પરીક્ષા આપવા ગઈ ત્યારે મોહિબ તેના નાના ભાઈને આ જ સ્કૂલમાં પરીક્ષા આપવા મૂકવા આવતો હતો. બંને વચ્ચે સ્કૂલ ગેટ પાસે પરિચય થતાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી ત્યારબાદ મોહિબે સતત સંપર્કમાં રહી પ્રેમજાળમાં ફસાવી હતી.

- Advertisement -

અગાઉ મોહિબે વચન આપ્યું હતું કે ‘તને હિન્દુ ધર્મ પાળવા દઈશ!’ પણ પછી ફરી ગયો

પૂર્વનિયોજિત ષડયંત્ર?: તપાસ થશે

વડોદરામાં ગુરુવારે નોંધાયેલા લવ-જેહાદના કિસ્સામાં સંતોકનગરના મોહિબ પઠાણ તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. શહેરના જૂના છાણી રોડની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફતેગંજ પોલીસ મથકની સામે સંતોકનગરમાં રહેતા બેકાર મોહિબ પઠાણે 2020માં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલાં હિન્દુ યુવતીને તેનો ધર્મ અને રિવાજ પાળવાની ખાતરી આપનારા મોહિબે લગ્નના એક જ મહિનામાં તેનો રંગ બદલ્યો હતો. તેણે યુવતીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, મોહિબનો મોટો ભાઈ મોહસિન પણ તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો.

પુત્રના જન્મ બાદ શિવ નામ રાખ્યા બાદ પણ મોહિબે નામ બાબતે મારઝૂડ કરી હતી. અંતે, યુવતીએ હિંમત દાખવી હતી અને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી હતી. તેમના કોરોના ટેસ્ટ કર્યા બાદ શુક્રવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે કે કેમ એ અંગેની તપાસ માટે તેમજ આ કૃત્યમાં અન્ય કોઈ ઇસમની ચઢામણી કે સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દે રિમાન્ડ માગતાં કોર્ટે બંનેના 2 દિવસના મંજૂર કર્યા હતા.

લવ-જેહાદનો કાયદો અમલમાં આવતાં 6 દિવસમાં લવ-જેહાદના બે કિસ્સા સામે આવ્યા છે. બે યુવતીઓ અને તેમના પરિવારોએ વિધર્મીઓ સામે હિંમત દાખવતાં હવે લવ-જેહાદ જેવી ઘટનાઓથી પીડિત યુવતીઓના પરિવારોએ હિન્દુ સંગઠનોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે. અન્ય 4 યુવતીનાં માતા પિતા હાલમાં હિન્દુ સંગઠનો સાથે વાતચીત કરી રહ્યાં છે, જેને પગલે વધુ કિસ્સા બહાર આવે તેવી વકી છે.

ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી લવ-જેહાદની ઘટનામાં યુવતીના પતિ મોહિબે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તદુપરાંત યુવતીની અનેક મેડિકલ તપાસ કરવાની હોવાથી તેને ગુરુવારે સવારે 11 વાગે સયાજી હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલવામાં આવી હતી, જયાં તેણે ઇનકાર કર્યો હતો, જેના કારણે રિપોર્ટમાં મોડું થતાં એસીપી સયાજીમાં પહોંચ્યા હતા. ત્યાં એમએલઓ સાથે ચકમક ઝરી હતી. અગાઉ ના કહેનાર યુવતીનું આખરે શુક્રવારે બપોરે ચેકઅપ કરાયું હતું.

યુવતીની દાસ્તાન તેની જુબાને… 

અમે 2018માં એકબીજાને મળ્યા હતાં. હું 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જતી હતી, ત્યાં તેની સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન અમે એકબીજાનો મોબાઈલ નંબર લીધો હતો અને અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ અમે રિલેશનશીપમાં જોડાયા હતા. અમારૂં રિલેશનશીપ 1-2 વર્ષ ચાલ્યા હતાં. તેને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી કહ્યું હતું કે તું મારી લગ્ન નહીં કરે તો હું આપઘાત કરી લઈશ. તું લગ્ન બાદ તારો ધર્મ અપનાવી શકે છે, મારા કે મારા પરિવારને તારા ધર્મને લઈને કોઈ જ સમસ્યા નથી. તારે લગ્ન બાદ ઘરમાં મંદિર પૂજા કરવી હોય તો પણ તું કરી શકે છે. તારા ઘરમાં તું જે રીતે રહેતી હતી જેવા કપડાં પહેરતી હતી તેવા કપડા પણ પહેરી શકે છે. લગ્ન થયા બાદ 1 મહિનાની અંદર જ યુવક અને તેના પરિવારનું વર્તન બદલાઈ ગયું હતું. તેમણે મને જણાવ્યું કે હવે તારે અમારા ધર્મ મુજબ નમાઝ પઢવી પડશે. બુરખો પહેરવો પડશે તેવી જબરજસ્તી કરવા લાગ્યા હતા. મારૂ નામ બદલી દેવાયું. હું આ બધું નહીં કરૂં તો પોલીસ હેરાન કરશે તેમ પણ જણાવ્યું હતું. મેં આ બાબતનો વિરોધ કર્યો હતો. પરંતુ મારા પતિએ મને માર માર્યો હતો. દરમિયાન હું ગર્ભવતી થતાં 8માં મહિને મારા સાસુએ મને માર પણ માર્યો હતો. મારૂ બાળક આવી ગયા બાદ તેમના વર્તનમાં વધારે પરિવર્તન આવ્યું હતું. મારા પિતાના અવસાન બાદ માતાની સાથે મળવાનું અને વાત કરવાનું બંધ કરી દેવાયું હતું. મેં પતિને કહ્યું કે મારી માતા સાથે અડધો કલાક મળવા જવા દો, ત્યારે મારા પતિએ મને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે મને પ્રેમ હતો, પરંતુ તે પ્રેમ ન હતો એ કંઈક બીજું જ હતું. પછી તો યુઝ એન્ડ થ્રો જેવું વર્તન મારી સાથે થયું હતું. હું અન્ય યુવતીઓને મેસેજ આપવા માગું છું કે આ લોકો પર વિશ્ર્વાસ રાખવા જેવો નથી. આ લોકો દગો આપે છે. જરા પણ દયા ભાવના નથી રાખતા. મારી તો જીંદગી ખરાબ થઈ છે. હું ચાહુ છું કે બીજી કોઈ યુવતીની જીંદગી ખરાબ ન થાય.
– (નિરવ કનોજીયા સાથે યુવતીની વાતચીતના આધારે)

જેઠ મોહસીન પણ લખ્ખણ ઝળકાવતો હતો

યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ઘરમાં કોઈ ન હતું ત્યારે મોહિબના ભાઈ મોહસીને તેનો હાથ પકડી લીધો હતો અને તમારા હિન્દુ ધર્મમાં આવુ બધું ચાલ્યા કરે છે જેથી યુવતીએ વિરોધ કરતાં તેણે હાથ છોડી દીધો હતો. તમામે તું ઘરમાં આવી ત્યારબાદ મારી દશા બેઠી છે તેમ કહી ભેગા મળી તેને માર માર્યો હતો. મોહિબે યુવતી પાસે વારંવાર અપ્રાકૃતિક સેક્સની માગણી કરતાં યુવતી થાકી ગઈ હતી અને તે માંગ ના સ્વીકારે તો તે મારઝુડ કરતો હતો. તેના પિતા ઈમ્તીયાઝે પણ આ બાબતે મોહિબને ટેકો આપ્યો હતો.

You Might Also Like

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

વડોદરામાં ખાનગી યુનિ.ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, મહિલા કોન્સ્ટેબલ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કચ્છની વર્ષો જૂની હસ્તકળા આજે પણ ‘ઈન-થિંગ’ ગણાય છે
Next Article સુરતમાં મલ્ટીપ્લેક્સ થિયેટરોની માઠી દશા: કોરોનામાં 150 કરોડનો ફટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

વડોદરા

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો જ પ્રમુખ નીકળ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
વડોદરા

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
વડોદરા

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?