કૃણાલ પંડ્યાની ફિફ્ટી, ભુવનેશ્ર્વર કુમારની 4 વિકેટ કામ લાગી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મુંબઈ ઈન્ડિયન્સ ઈંઙકની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને 2 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ મુંબઈની ટીમ હવે પછીની ત્રણેય મેચ જીતીને પણ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે પૂરતા નથી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. 167 રનનો ટાર્ગેટ બેંગલુરુએ 20મી ઓવરના છેલ્લા બોલે ચેઝ કર્યો હતો. ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી. બેંગલુરુ તરફથી કૃણાલ પંડ્યાએ 46 બોલમાં 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ, બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી.
કૃણાલની 32 બોલમાં ફિફ્ટી
15મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે જસપ્રીત બુમરાહના 5મા બોલ પર બે રન લીધા અને 32 બોલમાં ફિફટી પૂરી કરી. આ ઓવરમાંથી કુલ 8 રન આવ્યા હતા.



