મુકેશ અંબાણીએ ફરી બે કંપનીઓ ખરીદી છે, જેની ડીલ 1592 કરોડ રૂપિયામાં થઈ છે. જાણો વિગતવાર
એશિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકી કંપની સેંસહોક અને સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાની ડીલ બાદ તેમણે હવે હજુ એક કંપની ઝપટી લીધી છે. હવે રિલાયન્સે પોલીએસ્ટર ચિપ અને દોરા બનાવટી કંપની શુભલક્ષ્મી પોલીએસ્ટર્સ લીમીટીડનું પણ અધિગ્રહણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, આ ડીલ 1500 કરોડ રૂપિયા કરતા વધારેમાં થઈ છે.
- Advertisement -
1592 કરોડ રૂપિયાની ડીલ
રિપોર્ટ અનુસાર, શેર બજારને મોકલવામાં આવેલ સૂચનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે RILના પૂર્ણ સ્વામિત્વવાળી રિલાયન્સ પેટ્રોલિયમ રિટેલ લિમિટેડે શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડના પોલીએસ્ટર બિઝનેસ સાથે ડીલ કરી છે. આ હેઠળ SPL માટે 1,522 કરોડ રૂપિયા, SPTex માટે 70 કરોડ રૂપિયામાં ડીલ થઈ છે.