By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    16 minutes ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    24 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે
SCIENCE-TECHNOLOGY

મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 1:33 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

મેટાએ ગયા મહિને છટણીની પુષ્ટિ કરી હતી. કંપનીની અંદર, મનોબળ ઝડપથી ઘટી ગયું. કેટલાક કર્મચારીઓએ “મફત નાસ્તો અને ફાજલ લેપટોપ ચાર્જર એકત્રિત કરવાનું શરૂ કર્યું”.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની ‘મેટા પ્લેટફોર્મ્સ’એ આખી દુનિયાને ચોંકાવી દેનારો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના કુલ કર્મચારીઓમાંથી આશરે 10% એટલે કે 8,000 જેટલા કર્મચારીઓની સામૂહિક છટણી (Layoffs) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વભરના કર્મચારીઓને આંચકો આપનારી આ છટણીની શરૂઆત સિંગાપોર હબથી થઈ છે, જ્યાં કર્મચારીઓને સવારે 4 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 1:30 વાગ્યે) ઈમેઇલ મોકલીને નોકરીમાંથી મુક્ત કરી દેવાયા હતા.

- Advertisement -

પહેલાં આપ્યો વર્ક ફ્રોમ હોમનો આદેશ, પછી શરૂ કરી છટણી

મેટા કંપનીએ આ આખી છટણી ખૂબ જ ગુપ્ત અને શાંતિપૂર્વક આટોપી લેવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. કંપનીએ યુએસ અને બ્રિટન સહિતના તમામ કર્મચારીઓને અગાઉથી જ કહી દીધું હતું કે તેઓ આજે ઑફિસે ન આવે અને ‘વર્ક ફ્રોમ હોમ કરે. ઑફિસમાં કોઈ હોબાળો ન થાય, કર્મચારીઓ વચ્ચે કોઈ ચર્ચા ન થાય અને કોઈ વિરોધ પ્રદર્શન ન જોવા મળે, તે માટે આ વ્યૂહનીતિ અપનાવાઈ હતી. કર્મચારીઓ ઘરે બેઠા હતા ત્યારે જ જુદા-જુદા ટાઇમ ઝોન પ્રમાણે તેમના ઈમેઇલ પર નોકરીમાંથી કાઢી મૂકવાના મેસેજ આવવા લાગ્યા હતા.

AI પાછળ $145 બિલિયન ડૉલરનો જંગી ખર્ચ

- Advertisement -

આ છટણી પાછળ કંપનીનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ વળવાનો છે. મેટા પાસે આ પ્રક્રિયા પહેલાં 78,000 કર્મચારીઓ હતા. હવે કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલના જણાવ્યા અનુસાર, 7,000 કર્મચારીઓને નવી AI ટીમોમાં શિફ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીમાં મેનેજરોના લેયર ઓછા કરવામાં આવી રહ્યા છે અને નાની ટીમો બનાવવામાં આવી રહી છે જે ઝડપથી કામ કરી શકે. આ સિવાય બીજા 6000 નવી જગ્યા ભરવાનું પણ કંપનીએ આયોજન કર્યું હતું, તે પણ રદ કરાયું છે. આ છટણીની સૌથી મોટી અસર એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમો પર પડી છે. માર્ક ઝુકરબર્ગે હવે AIને પોતાની મુખ્ય પ્રાથમિકતા બનાવી દીધી છે અને કંપની આ વર્ષે AI પાછળ $125થી $145 બિલિયન ડૉલરનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

AI સિસ્ટમને ટ્રેન કરવા માઉસ અને કીબોર્ડનું ટ્રેકિંગ

કંપનીમાં છટણીના સત્તાવાર સમાચાર લીક થતાં જ કર્મચારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાઈ ગયો હતો. આ આઘાતજનક સમાચાર મળતાં જ કેટલાક કર્મચારીઓ તો સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ ઑફિસમાંથી ફ્રી સ્નેક્સ અને લેપટોપના ચાર્જર જેવી વસ્તુઓ ભેગી કરવા લાગ્યા હતા.

બીજી તરફ, આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવ્યો હતો કે કંપની પોતાના એક નવા ઇન્ટરનલ ટૂલ દ્વારા કર્મચારીઓની દરેક ગતિવિધિ પર ગુપ્ત નજર રાખી રહી છે. આ ટૂલની મદદથી કર્મચારીઓના માઉસના હલનચલન અને કીબોર્ડના કી-સ્ટ્રોક્ (ટાઇપિંગની સ્પીડ અને પેટર્ન)નું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભવિષ્યમાં AI સિસ્ટમને ટ્રેન કરી શકાય.

કંપની દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની જાસૂસીનો કર્મચારીઓએ અંદરખાને ભારે વિરોધ કર્યો હતો. પોતાની પ્રાઇવસી જોખમાતી જોઈને કંપનીના 1000થી વધુ કર્મચારીઓએ એકઠા થઈને આ સિસ્ટમ સામે એક વિરોધ પિટિશન સાઇન કરી હતી.

માત્ર મેટા જ નહીં, આખી ટેક દુનિયામાં ચાલી રહી છે છટણી

નોકરીઓ કાપવાનો આ ટ્રેન્ડ માત્ર મેટા પૂરતો સીમિત નથી, પરંતુ આખી આઈટી ઇન્ડસ્ટ્રીમાં આ પેટર્ન જોવા મળી રહી છે:

Cisco Systems: ગયા અઠવાડિયે જ 4,000 કર્મચારીની છટણી કરવામાં આવી હતી.

Oracle: એપ્રિલ મહિનામાં વહેલી સવારે ઈમેઇલ મોકલીને આશરે 20,000થી 30,000 કર્મચારીઓની છટણી કરી.

અન્ય કંપનીઓ: માઇક્રોસોફ્ટ, એમેઝોન, ડિઝની અને ASMLએ પણ મોટા પાયે છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ(Voluntary Exits)ની જાહેરાત કરી છે.

આ કામચલાઉ મંદી નથી, કાયમી બદલાવ છે: એક્સપર્ટ્સનો દાવો

RedoQ કંપનીના સીઇઓ દિપલ દત્તાએ આ સ્થિતિ અંગે વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે, ‘આ કોઈ અસ્થાયી આર્થિક મંદી કે સુધારો નથી, પરંતુ આઇટી સેક્ટરમાં આવેલો કાયમી અને માળખાકીય બદલાવ છે. જનરેટિવ AI અને ઓટોમેશનના કારણે સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડેટા મેનેજમેન્ટ જેવા રોજિંદા કામો હવે મશીનો કરવા લાગ્યા છે. તેથી, માત્ર કર્મચારીઓની સંખ્યા વધારીને કંપનીનો ગ્રોથ કરવાની જૂની ફોર્મ્યુલા હવે ખતમ થઈ ગઈ છે.’

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ‘હવે ભવિષ્યમાં માત્ર સામાન્ય કોડિંગ લખનારા લોકોની જરૂર નથી, પરંતુ એવા પ્રોફેશનલ્સની જરૂર પડશે જેઓ જટિલ AI સિસ્ટમ્સની ડિઝાઇન અને આર્કિટેક્ચર સમજી શકતા હોય. ભવિષ્યમાં ટકી રહેવા માટે કર્મચારીઓએ માત્ર ઓપરેટર બનવાને બદલે AI યુગના સિસ્ટમ કંડક્ટર (સંચાલક) બનવું પડશે.’

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

TAGGED: Meta Layoff
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે
Next Article ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?