By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    22 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    22 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    23 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    24 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    24 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિડીયો કોલ કરી, મારો વિડીયો બનાવી લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > વિડીયો કોલ કરી, મારો વિડીયો બનાવી લીધો
TALK OF THE TOWN

વિડીયો કોલ કરી, મારો વિડીયો બનાવી લીધો

Khaskhabar Editor
Last updated: 2021/02/06 at 1:47 PM
Khaskhabar Editor 6 years ago
Share
9 Min Read
SHARE

તે ઝડપથી કપડાં ઊતારવા લાગી : સોશિયલ મીડિયામાં વિડીયો લીક કરવાની ધમકી આપવા લાગી

– મેધા પંડ્યા ભટ્ટ

ગયા અઠવાડિયે આવેલા આર્ટીકલમાં મેં આપને જણાવ્યું હતું કે મારા કેટલાક મિત્રો સાથે પણ હાલમાં સોશિયલ મીડિયા દ્વારા કેટલીક ઘટનાઓ બની છે અને તે લોકો મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળી શક્યા છે. ડેટીંગ એપ સિવાય ફેસબુક જેવાં માધ્યમથી પણ લોકોને કેટલા ખરાબ અનુભવ થાય છે, તે જાણવા જેવું છે. એક રીતે જોઈએ તો ફેસબુક પણ અજાણ્યા લોકો સાથે જોડાવાનું અને અજાણ્યા લોકોના પરીચયમાં આવવાનુ ઓપન માર્કેટ છે. જ્યાં તમે મેળામાં ફરતા હો અને લોકો તમને નીહાળતા હોય તેવો અનુભવ કરી શકો. કેટકેટલીય ઘટનાઓ અને કિસ્સાઓ સોશિયલ મીડિયા દ્વારા બની રહ્યા છે તો પણ લોકો તેમાં મૂરખ બની જ જાય છે. તમે ગમે તેટલા સ્માર્ટ હો પણ કોઇએ તમારી સાથે ખરાબ કરવાનું નક્કી કરી જ લીધુ હોય તો તમે તેની સામે હારી જ જશો તે નક્કી છે.

- Advertisement -

આજે મારા એક મિત્ર સચીનની વાત કરીશ. તેની સાથે જેવી આ ઘટના બની તેણે મને તે જ દિવસે ફોન કર્યો. તેની સાથે બનેલી ઘટનની વાત કરી. મને સ્પષ્ટ કહ્યું કે મેધા તું લખે છે, અમે વાંચીએ છીએ, સાવધાન રહીયે છીએ, તો પણ જેને છેતરપિંડી કરવી જ હશે, તે તો કરી જ લે છે. મારા આ મિત્રની વાત મને ક્યાંક ને ક્યાંક સાચી લાગી. કોઇપણ વ્યક્તિ ગમે તેટલું સાવધાન રહે પણ તેની સાથે વિશ્વાસઘાત થઇને જ રહે છે. સચીનની વાત તેણે કહી હતી તે જ રીતે તેની પાસેથી જ જાણીયે.

હું મારા પોતાના બિઝનેસ સાથે સંકળાયેલો છું. મારી પ્રોડક્ટ્સ અને તેના વિશેની અલગ અલગ માહિતી સોશિયલ મીડિયા પર સતત મૂકતો રહું છું. પહેલા તો લોકો મારી પાસે ફોનથી ઓર્ડર લખાવતા અને હું તેની ડિલીવરી કરી દેતો. મોટો ઓર્ડર હોય તો મારા માણસો દ્વારા જે તે એડ્રેસ પર ડિલીવરી કરાવી દેતો. એપ્રિલ મહિનાથી કામ ઓછું થવા લાગ્યું પણ જે લોકો મારી પ્રોડક્ટ્સનો રેગ્યુલર ઉપયોગ કરતા, તેમને એકસાથે હું વસ્તુઓ પહોંચાડતો હતો. લોકડાઉનના સમય દરમિયાન દરેક કામ ઓનલાઇન વધારે પ્રમાણમાં થઇ ગયુ અને ઘણા બધા લોકોએ મને ફેસબુક મેસેન્જરમાં સંપર્ક કરીને મારી પાસે પ્રોડક્ટ્સના ઓર્ડર લખાવ્યા અને મેં મોટા જથ્થામાં તે રીતે વેચાણ પણ ચાલું કર્યું. લોકડાઉન દરમિયાન મને ફાયદો થવા લાગ્યો અને હું ફેસબુક મેસેન્જરનો વધારે ઉપયોગ કરવા લાગ્યો. દિવસમાં એક વખત બધા મેસેજ ચેક કરવા તે મારો નિયમ બની ગયો હતો.

આ સમય દરમિયાન દિલ્હીની એક યુવતી મોનાએ મને ફેસબુકમાં મેસેજ કર્યો. તેની મેં પ્રોફાઇલ જોઇ તો સરળ વ્યક્તિ લાગી. તેણે મેસેજ કરવાની શરૂઆત મારી પ્રોડક્ટ્સને લઇને જ કરી હતી. તેથી મને તેના પર વધારે શંકા કરવી કે તેની સાથે વાતચિત ન કરવી તેવી કોઇ શંકા થઇ નહીં. તેણે મને કહ્યું કે તેને બ્યુટીને લગતી અને ઘરને લગતી કેટલીક પ્રોડક્ટ્સનો મોટો જથ્થો જોઇએ છે. મેં તેને પ્રોડક્ટ્સના નામ અને કેટલા પ્રમાણમાં કઇ પ્રોડક્ટ્સ જોઇએ છે, તેનું લિસ્ટ મોકલવા કહ્યું. મેં પણ તેને લિસ્ટ મોકલ્યું જેમાંથી તે પસંદ કરીને મને મોકલી શકે. તે ફક્ત પ્રોડક્ટ્સને લઇને અને તેની વિશેની ઇફેક્ટને લઇને મારી સાથે વાતો કરતી. હું તેને તેના જવાબો આપતો રહેતો. મારા માટે તે મારી પ્રોડક્ટ્સને ખરીદનાર એક મોટી કસ્ટમર હતી. તેણે મને તેના પાર્લર વિશે વાત કરી અને તે અત્યાર સુધી કઇ પ્રોડક્ટ્સ વાપરતી તેની વાત કરી. હું તો કસ્ટમર હોવાથી રસ ન પડે તો પણ તેની વાતો સાંભળતો હતો. મેં તેની જ્યારે પ્રોફાઇલ જોઇ ત્યારે મને તેમાં તેના પાર્લરના કે બીજા કોઇ ખાસ અપડેટ મળ્યા નહોતા. જાણે હમણા જ પ્રોફાઇલ બનાવી હોય તેવું લાગતું હતું. અમે મેસેન્જરમાં ચેટ થી જ વાતચિત કરતા હતા.

- Advertisement -

જોકે હું તો કામની વાતને લઇને વધારે વિચારતો નહોતો. મારે તો પ્રોડક્ટ વેચવાની હતી. તે સિવાય તે જે કહે તે સાંભળતો અને જે મને પૂછે તેના જવાબ આપતો હતો. અમારે લગભગ રોજ વાતચિતનો સીલસીલો બની ગયો. તેણે મારી સાથે વાતચિતમાં મારી વિશે ઘણી વાતો જાણવામાં રસ બતાવ્યો હતો. હું ક્યાં ક્યાં શહેરોમાં મારી પ્રોડ્ક્ટસ મોકલું છું. ક્યા રાજ્યોમાં ડિલીવરી કરું છું. કેટલા સુધીનો ઓર્ડર હોય તો મોકલું છું જેવી વિગતો તેણે મને પૂછી હતી. તેણે લગભગ પંદર દિવસ સુધી મારી સાથે વાતચિત કરી. મને પણ જાણે રાત પડે તેની સાથે વાતચિત કરવાની આદત પડી ગઇ હતી. અચાનક બન્યું એવું કે એક અઠવાડિયા સુધી મોનાના કોઇ મેસેજ આવ્યા નહી. મેં તે દરમિયાન એક જ વખત તેને મેસેજ કર્યો હતો કે તેને કઇ કઇ પ્રોડક્ટ્સ પસંદ કરી છે. તેનો કોઇ જવાબ ન આવ્યો. તેણે મેસેજ પણ જોયો નહોતો. આમ ને આમ એક અઠવાડિયું પસાર થયું. રોજ રાત પડે મને એક વાર મેસેન્જરમાં એનું નામ સર્ચ કરીને મેસેજ જોયો કે નહીં તે જોવાની આદત પડી ગઇ હતી. જોકે આ મારા તરફથી વધારે પડતું હતું. અમે કામ સિવાયની કોઇ વાતો કરી નહોતી, તો હું શા માટે તેના માટે બેચેન હતો તે મને નહોતું સમજાતું.

એક દિવસ હું રાત્રે દસ વાગે ઘરે આવ્યો. ખૂબ થાક્યો હતો તો મને થયું કે ગરમ પાણીથી નાહી લઉઁ. ફ્રેશ થઇને ટુવાલ વીંટીની બાથરૂમની બહાર આવ્યો ત્યાં મેસેન્જરમાં મને મોનાનો વિડીયો કોલ આવતો દેખાયો. મને થયું કે આટલા દિવસથી વાત નથી થઇ એટલે કદાચ તેણે સીધો વિડીયો કોલ કર્યો હશે. હું પણ અતિ ઉત્સાહમાં ભૂલી ગયો કે મેં ફક્ત ટૂવાલ જ વીંટેલો હતો અને મેં મોબાઇલ હાથમાં લઇને વિડીયો કોલ રીસીવ કરી લીધો. જેવો મેં વિડીયો કોલ રીસીવ કર્યો કે તરત જ સામે તે તેના કપડાં ઉતારવા લાગી. હું તો જોઇને અવાક્ રહી ગયો. બે ઘડી તો સમજાયું જ નહીં કે શું થઇ રહ્યું છે. જીંદગીમાં પહેલીવાર કોઇ યુવતીની આવી હરકત જોઇ. સ્વસ્થ થઇને કોલ બંધ કર્યો. તો તેના મેસેજીસ મને આવવા લાગ્યા. તેણે મને કહ્યું કે હું તેના એકાઉન્ટમાં લાખ રૂપિયા મોકલું નહીંતર તે મને બદનામ કરી દેશે. તેણે બીજા ફોનથી હું તેને જોઇ રહ્યો હતો તેવો વિડીયો બનાવી લીધો છે. સ્ક્રીનશોટ પણ પાડી લીધા છે અને તે બધુ જ સોશિયલ મીડિયામાં લીક કરી દેશે. તે મને બધે જ બદનામ કરી દેશે. જો હું તેને પૈસા નહીં મોકલું તો તે મને ક્યાંયનો નહીં રહેવા દે. મને તો બે ઘડી ચક્કર આવી ગયા. તેણે મને વિડીયો મોકલ્યો અને તે વિડીયો બધે ફેલાવી દેવાની વાત કરી. તેણે ઊતારેલા વિડીયોમાં મારા શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો દેખાઇ રહ્યો હતો. જેથી જાણે મેં પોતે પણ તેને કપડાં વિના રહીને આવું કરવા કહ્યું હોય તેવું અનુમાન લગાવી શકાય તે સ્પષ્ટ હતું. તેણએ મને આવા જ બધા મેસેજ કરી કરીને મારા મગજને શૂન્ય કરી નાખ્યું. હું તો કંઇ વિચારી ન શકું અને કંઇ સમજી ન શકું. કોને શું કહું અને કોની પાસે મદદ માગું તેવી સ્થિતી થઇ.

મેં મારા એક પોલિસ મિત્રને ફોન કર્યો. તેણે મને સાયબર ક્રાઇમમાં વાતચિત કરાવી. તે લોકોને મેં પ્રોફાઇલના સ્ક્રીનશોટ મોકલ્યા. તેમણે મને સલાહ આપી કે હાલમાં થોડા સમય માટે તમે સોશિયલ મીડિયામાંથી ડિએક્ટિવેટ થઇ જાવ. તેમની સલાહ પ્રમાણે મેં પગલું ભર્યું અને હાલમાં હું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. મારું કામ હાલમાં ખોટમાં ચાલી રહ્યું છે. જોકે બિઝનેસ તો એકવાર પડી ભાંગે તો પાછો ઊભો કરી શકાય પણ ઇજ્જત જ ન રહે અને બદનામી થઇ જાય તો તેને તો મર્યા પછી પણ પાછી મેળવી શકાતી નથી. હાલમાં ચેતીને ચાલી રહ્યો છું અને નજીકના મિત્રોને પણ એ જ સલાહ આપી છે.

સમજવા જેવું –

સચીન સાથે જે થયું તેમાં તેનો વાંક હતો નહીં પણ સામેવાળી મોનાએ તેની સાથે જે પ્રકારની રમત રમી તેનો ભોગ કોઇપણ વ્યક્તિ બની જ જાય. હું વારંવાર કહું છું કે આપણે સોશિયલ મીડિયામાં અજાણઅયા લોકો સાથે સંપર્કો વધારીને એક જ વસ્તુ મેળવીએ છીએ અને તે છેતરપીંડી છે. તે પ્રેમમાં પણ હોઇ શકે, બિઝનેસમાં પણ હોઇ શકે અને ક્યાંક ને ક્યાંક પૈસાની બાબતમાં પણ બનતું જ હશે. સોશિયલ મીડિયા પ્રોફાઇલથી વ્યક્તિની સાચી ઓળખ કરવી અને તેને પારખવી ખૂબ મુશ્કેલ છે. આપણે વ્યક્તિગત સંબંધોને છોડીને ટેક્નિકલ સંબંધોમાં જે જોડાણ શોધવા જઇએ છીએ, ક્યાંક ને ક્યાંક આ તેનું પરિણામ છે.

 

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માનવતાનું ઉદાહરણ પુરુ પાડતા વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરીટ લાઠીયા અને તેમની ટીમ
Next Article ગૌ સેવકોએ ગાયો ભરેલ ટ્રક પકડી કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડા નાં જીવ બચાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?