રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીની ઉપસ્થિતિમાં તથા રાજકોટ તાલુકા ભાજપાના પ્રમુખ બાબુભાઈ નસીત, મહામંત્રી હિતેશભાઈ ચાવડા, ગૌરવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાભાજપઉપપ્રમુખ નરોત્તમભાઈ પરમાર, જી.પં.સભ્ય રાજેશભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, નીલેશભાઈ પીપળીયા, ભરતભાઈ મકવાણા, કરણભાઈ લાવડીયા , ડો.મોહિતભાઈ સિંધવ, નિર્મળભાઈ બકુતરા, મયુરભાઈ ડવ, પરસોત્તમભાઈ મેવાસીયા, ગોવિંદભાઈ કિહલા, પ્રવીણભાઈ સારદીયા, વિપુલભાઈ બસિયા, જેન્તીભાઈ બથવાર, હરિભાઈ પરમાર, વેલાભાઇ મુંધવા, મહેશભાઈ આસોદરીયા, ભરતભાઈ ડાભી, વિક્રમભાઈ હુંબલ સહીતના તાલુકાના કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં બાબુભાઈ નસીતએ તા.૧૯ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રા અંગેમાર્ગદર્શન માંડવીયાની જન આશીર્વાદ યાત્રા અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવનિયુક્ત મંત્રી ઓની વરણી થયેલ છે. જેમાં ઈતિહાસમાં પ્રથમવાર ૧૧ મહિલાઓનો સમાવેશ થયેલ છે. નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતએ ભારતના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું હતું અને ગુજરાતનો વિકાસ “સૌનો સાથ,સૌના વિકાસ” સાથે ચોતરફ વિકાસ થયો હતો. તે રીતે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ એક નવી ઉંચાઇ સર કરી રહ્યો છે. વિદેશોમાં પણ ભારતના વિકાસની ચર્ચા થઇ રહી છે ત્યારે રાજકોટ જીલ્લામાં ગોંડલ ચોકડી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીના આગમન સમયે બેન્ડબાજા, ડીજે, કેશરીયા સાફા સાથે ભાવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સભા રાખવામાં આવેલ છે.
- Advertisement -
ઉપરોક્ત જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ તાલુકા ભાજપના તમામ હોદેદારો તથા આગેવાનો રૂટમાં આવતા ગામોમાં મીટીંગો યોજીને યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.


