By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    15 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    16 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    15 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    15 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શો: 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શો: 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે
રાજકોટ

મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શો: 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે

Khaskhabar Editor
Last updated: 2022/04/18 at 3:00 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

આજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બનવા આવી રહ્યા છે. તેમના જાજારમાન સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે. સમગ્ર રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવશે.

- Advertisement -

મોરેશિયસ દેશના વડાપ્રધાન સહિતનો કાફલો સોમવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યાં છે. મોરેશિયસના વડાપ્રધાન અને તેમનો કાફલો એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શો કરવાના છે. આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. રોડ શો સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટેનો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યાનું ટ્રાફિક શાખાના એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું છે.

કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને કાર્યક્રમોની માહિતી આપી.રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને કાર્યક્રમોની માહિતી આપી. 
  • પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચરથી તેમનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
  • આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે દરમિયાન કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. રાજકોટ અને જામનગરના કાર્યક્રમો માટે 40 દેશના 140 ડેલિગેટ્સ આવશે. રાજકોટની રિજન્સી લગુનમાં ડિનર સહિતના કાર્યક્રમો રખાયા છે. આવતીકાલે મોરેશિયસના પ્રધાનમંત્રી જામનગર જશે.
  • જુની એન.સી.સી ચોકથી એરપોર્ટ સર્કલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ જુની એન.સી. સી ચોકથી રેસકોર્ષ રીંગ રોડ આમ્ રપાલી અંડર બ્રીજથી રૈયા રોડ થઈને હનુમાનમઢી ચોક તથા એરપોર્ટ તરફ જઈ શકશે.

  • જેથી આ રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી એરપોર્ટ ફાટકથી જુની.એન.સી.સી સુધીના રોડ ઉપર (રોડ શો માં જોડાયેલ અને સરકારી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો – પાર્કિંગ રહેશે.
  • એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ ગીતગુજરી શેરી નં ૩ થી રૈયા રોડ આમ્રાલાપી અંડરબ્રીજથી રેસકોર્ષ રોડથી જઈ શકશે
  • રોડનો શોનો કાર્યક્રમ: બપોરના 4 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીનું આગમન. 4.15 વાગ્યે મોરેશિયના પ્રધાનમંત્રીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. 4.15થી 5 વાગ્યા સુધી રોડ શો ચાલશે. રોડ શોમાં રૂટ પર અલગ અલગ 25 સંસ્થાઓ દ્વારા સ્વાગત. 5 વાગ્યે રોડ શો પૂરો થશે. પાંચ વાગ્યા બાદ મોરેસિસનાના પ્રધાનમંત્રી હોટેલમાં જશે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આતુરતાનો અંત : કેશોદ-મુંબઇ વિમાન સેવાનો પ્રારંભ
Next Article ગુજરાતમાં વિદેશી મહેમાનોનો દબદબો : રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમો યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?