આજરોજ પટેલ સમાજ માણાવદર ખાતે આવનારી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણી માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નટવરભાઈ પોકીયા નાં અધ્યક્ષ સ્થાને તાલુકા નાં કાર્યકરો ની એક મીટીંગ મળેલી જેમાં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રભારી શહેનાઝબેન બાબી, જિલ્લા મહામંત્રી વી.ટી.સીડા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ લાડાણી દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત તાલુકાનાં આગેવાનો, કાર્યકરો ને લોકહીતના કામો કરવાની ખેવના ધરાવતા જે-તે સીટો વાઇઝ આગેવાનો તેમજ કાર્યકરો એ સર્વમાન્ય ઉમેદવારો ના નામો નક્કી કરી તાલુકા તથા જિલ્લા કાર્યાલયે ત્રણ તારીખ સુધી પહોંડવા માટે અનુરોધ કર્યો હતો

તમામ સીટો પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીતે તે માટે એકઝુટ થઈ કામે લાગી જવા આહવાન કરવામાં આવેલ તથા આ તકે ઉક્ત આગેવાનોના સંબોધનોમાં જણાવવામાં આવેલ કે અનેકવિધરુપે ભાજપ સરકાર લોકહીતના કામો કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે આમજનતા ભાજપ સરકારની અણઘડ નિતી તથા અપુરતા આયોજનથી તથા છાસવારે નીતનવા ખરડાઓ,કાયદાઓ,બીલો લાવી બહુમતી નાં જોરે વિપક્ષો સાથે ચર્ચાઓ કર્યા વિના ઉતાવળે જનતાને નુકસાન થાય તેવા અણઘડ નિર્ણયો લેવાથી વિપરીત પરીણામો આવી રહ્યા છે જેનાં કારણે દેશ તથા રાજ્યની જનતા ત્રાહિમામ પોકારી રહી છે આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી, ઉદ્યોગ ધંધા ચોપટ થઈ ગયા છે રોજબરોજ નવા ભ્રષ્ટાચાર નાં કોભાંડો બહાર આવી રહ્યા છે આ અંગે દેખાવ પુરતા તપાસ કમીટીઓ, તપાસ પંચો રચવામાં આવે છે જે માત્ર ને માત્ર ટપાલી પુરતું જ કામ કરે છે જે પણ ભાજપ ની સરકાર માં કોભાડો થયા છે તેને વર્ષો વિત્યા છતાં તપાસો અધુરી રાખી ક્યાંય ને ક્યાંય સમય પસાર કરી કોભાડીઓને છાવરવામાં આવી રહ્યા છે જેથી ભાજપ સરકાર માં બેસેલા મોટા માથાઓ ને બચાવી શકાય આ નિતી રીતીથી વાજ આપેલી જનતા બધું જાણે છે જેથી જનતાએ,મતદારોએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસ એકજ પાર્ટી જ છે જે લોકોનાં દુઃખ દર્દ ને સમજે છે જેથી આવનારી ચુંટણીમાં લોકહીતના કામ કરવા ઈચ્છતા સારા ઉમેદવારો એજ ટીકીટ ની માંગણી કરવી તથા તેના બાયોડેટાની સંપુર્ણ ચકાસણી કરી સીટવાઇઝ બધાનાં મંતવ્યો જાણ્યા બાદ જ સર્વ માન્ય યોગ્ય ઉમેદવાર નેજ ટીકીટ આપવામાં આવશે તેવી ટકોર પણ કરવામાં આવેલ

 

જીજ્ઞેશ પટેલ માણાવદર