જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં રેહતા ઓ જી વિસ્તારના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આ વિસ્તાર તાલુકા પંચાયત હસ્તક આવે છે તેમજ વિસ્તાર થી ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી જોવા પણ આવતા નથી.આ વિસ્તાર વિકાસ થી બીલકુલ વંચિત વિસ્તાર છે આ વિસ્તારમાં પીવાલાયક મીઠાપાણી ની પણ તંગી છે, આ વિસ્તારમાં પાણી ની પાઈલાઈનનું કામ અધૂરું હોવાને લીધે તમામ રહીશોને પાણી વિના હેરાન થવું પડી રહ્યું છે.તેમજ આ વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં લાંબા સમયથી વિસ્તારમાં રસ્તાઓ બન્યા નથી.જયારે ખાસતો આ વિસ્તરમાં નેતાઓ આગેવાનો માત્ર મત માગવાજ ચુંટણી શમયે આવે છે અને જીતીને ગુમ થયજતાં આ વિસ્તારની પરિસ્થીતિ આજ રીતે આજ દિન સુધી રહેવાપામી છે

જેથી આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન અને રસ્તાઓનું કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી..

ઇમરાન બાંગરા