જૂનાગઢ જિલ્લાના માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને ફરજ પાડી શકાય નહીં.
આ બીલ થી ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે અને પાકને સારો ભાવ મળવા બાબતે પણ ખેડૂતોને મુશ્કેલી ઊભી કરશે, આ બીલથી ખેડૂતોને પાયમાલી થશે , આ બીલના કારણે ખેડૂતોને પોતાની જમીન પૂંજીપતિઓને વેચવા મજબૂર બનશે ત્યારે ખેડુત વીરોધી આ બીલનો યુવક કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદશન કરવામાં આવી રહા છે જેને લઇ માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા પણ સૂત્રોચ્ચાર સાથે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું હતું..