જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય અર્બન હેલ્થ સેન્ટર શહેરથી દુર બનાવવા તજવીજ હાથ ધરાઈ હતી જેને લઈ માંગરોળ નગરપાલીકા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી,કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આ અર્બન કચેરી શહેરની મધ્યમાં બને તેવી રજુઆત કરી છે.
સરકારના પરિપત્ર મુજબ આ સેન્ટરો સ્લમ વિસ્તારમાં હોવા જોઈએ પરંતુ નિયમોનું ઉલાળ્યું અને પાલિકાની એન ઓ સી વીના જ શહેરથી દૂર આ કચેરી બનાવવાની કાર્યવાહી થઈ રહી છે.
- Advertisement -
આ કચેરીમાં આરોગ્ય ને લગતી બાબતો જેમકે ગર્ભવતી મહિલાઓ માટેના મમતાકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, બાળકોનું રસીકરણ, કોરોના, ડેંગ્યુ, ટીબી, કેન્સર વગેરે ગંભીર બીમારીઓ ના અટકાયતી પગલા તેમજ વિકલાંગો ને લગતી યોજનાઓ વગેરે ના ફોર્મ વગેરે ના ફોર્મ અર્બન હેલ્થ કચેરી મારફતે ભરાય છે ત્યારે આ કચેરી જો શહેરથી દૂર બનાવવામાં આવે તો શહેરની હજારો ની વસ્તીને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.
આ માટે પાલીકા દ્વારા જુના બસસ્ટેશન ટાવર રોડ પર અંદાજિત ૫૦૦ ચોમી, વેરાવળ રોડ પર નંદનવન વાળી ૨૨૦૨૩ ચોમી, શાપુર રોડ પર ફાયર સ્ટેશન વાળી જગ્યાઓ ફાળવવા સંમતી આપી છે અને આ જગ્યાઓનો નિરીક્ષણ કરી મુખ્ય અર્બન કચેરી ત્યાં બનાવવા માંગણી કરી છે.
જો ઉચ્ચકક્ષાએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો લોકોને સાથે ઉપવાસ આંદોલન કરવાની પાલીકા પ્રમુખ મો હુસેન ઝાલાએ ચીમકી આપી છે.
ઇમરાન બાંગરા


