By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    15 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    16 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    17 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    14 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    14 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    16 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    16 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    14 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    14 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    14 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    17 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    17 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત
Author

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

Khaskhabar Editor
Last updated: 2026/02/28 at 4:24 PM
Khaskhabar Editor 1 week ago
Share
7 Min Read
SHARE

મહેનતની કમાણી ફસાઈ હોય તો ગભરાશો નહીં: નાણાં વસૂલાત માટે કાયદામાં મજબૂત જોગવાઈ 

આજના આર્થિક યુગમાં લેણ-દેણ એ વ્યવસાય અને સામાજિક જીવનનો એક અભિન્ન હિસ્સો છે. ઘણીવાર આપણે મિત્રો, સબંધીઓ અથવા વ્યાપારી ભાગીદારોને વિશ્વાસ પર નાણાં આપીએ છીએ, પરંતુ જ્યારે તે પરત માંગવાનો સમય આવે છે ત્યારે સામેવાળી વ્યક્તિ ગલ્લાંતલ્લાં કરવા લાગે છે અથવા સ્પષ્ટ ના પાડી દે છે. જ્યારે મહેનતની કમાણી ફસાઈ જાય છે, ત્યારે વ્યક્તિ માનસિક તણાવ અને આર્થિક સંકટમાં આવી જાય છે. પરંતુ ગભરાવાની જરૂર નથી; ભારતીય કાયદામાં ફસાયેલા નાણાંની વસૂલાત માટે મજબૂત જોગવાઈઓ છે.
(1) કોર્ટ કેસ પહેલા પૂર્વ-તૈયારીઓ
પુરાવા એકત્રિત કરો : તમે નાણાં આપ્યા છે તેનો પુરાવો જેમ કે બેંક સ્ટેટમેન્ટ, ચેક, પ્રોમિસરી નોટ, વોટ્સએપ ચેટ, ઈમેલ અથવા સાક્ષીઓ તૈયાર રાખો, જેથી તમે કોર્ટમાં હકીકતો સાબિત કરી શકો.
મૌખિક વાતચીત અને રેકોર્ડિંગ : જો લેખિત કરાર ન હોય, તો સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરો અને જો શક્ય હોય તો સ્વીકૃતિનું રેકોર્ડિંગ કરો, તેઓ સાથે મીટીંગ થયેલ હોય તો તેનું ઓડિયો કે વિડીયો રેકોર્ડીંગ રાખો.
હિસાબનું સ્ટેટમેન્ટ : કુલ કેટલી રકમ લેવાની નીકળે છે અને કેટલું વ્યાજ (જો નક્કી હોય તો) ચઢ્યું છે તેનો સ્પષ્ટ હિસાબ રાખો, કોર્ટ વ્યાજ સહીત રકમ ચૂકવી આપવાનો સામાવાળા વિરુદ્ધ હુકમ કરશે.
(2) લીગલ નોટિસ
નાણા વસુલાત માટે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વકીલ મારફત લીગલ નોટિસ થી થાય છે જેમાં સામેવાળી વ્યક્તિને ચોક્કસ સમય મર્યાદા (સામાન્ય રીતે 15 દિવસ) માં નાણાં પરત ચૂકવવાની ચેતવણી આપવામાં આવે છે. ઘણીવાર લીગલ નોટિસ મળતા જ સામેવાળી વ્યક્તિ કાયદાકીય લફડાથી બચવા માટે નાણાં પરત આપી દે છે. લીગલ નોટીસ અને તેની બજવણીના પુરાવાઓ કેસમાં દસ્તાવેજી પુરાવા તરીકે રજુ કરો છો તે કોર્ટમાં સાબિત કરે છે કે તમે નાણાં વસૂલવા માટે પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.
(3) સિવિલ રિકવરી સૂટ
જો લીગલ નોટિસ બાદ પણ નાણાં ન મળે, તો દિવાની કાર્યરીતી અધિનિયમનાં ‘ઓર્ડર 37’ હેઠળ ’સમરી સૂટ’ સંક્ષિપ્ત દાવો દાખલ કરી શકાય છે. આ પ્રક્રિયા સામાન્ય સિવિલ કેસ કરતા ઝડપી હોય છે. જો દેવાદાર પાસે કોઈ નક્કર બચાવ ન હોય, તો કોર્ટ સીધો તમારા પક્ષમાં ચુકાદો આપી શકે છે. આ મુખ્યત્વે લેખિત કરાર, બિલ અથવા પ્રોમિસરી નોટ પર આધારિત હોય તેવાં પ્રકારના દાવા માટે લાગુ પડે છે. સિવિલ સ્યુટ દાખલ કરવામાં વાદીએ રકમનાં પ્રમાણમાં કોર્ટ ફી (સ્ટેમ્પ ડ્યુટી) ભરવી પડે છે.
(4) નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ
જો તમારી પાસે દેવાદારનો આપેલો ચેક હોય અને તે બેંકમાં ‘અપૂરતા ભંડોળ’ને કારણે બાઉન્સ થાય, તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138ની જોગવાઈઓ મુજબ આ એક ફોજદારી ગુનો બને છે. ચેક બાઉન્સ થયાના 30 દિવસની અંદર લીગલ નોટિસ મોકલવી ફરજિયાત છે. જો નોટિસ પછી પણ 15 દિવસમાં નાણાં ન મળે, તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો. જેમાં દેવાદારને 2 વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમથી બમણો દંડ થઈ શકે છે.
(5) પોલીસ ફરિયાદ અને ક્રિમિનલ કેસ
જ્યારે નાણાં આપતી વખતે જ સામેવાળી વ્યક્તિની દાનત ખરાબ હોય અથવા તેણે છેતરપિંડી કરી હોય, ત્યારે ફોજદારી કાર્યવાહી કરી શકાય છે, જો કોઈએ ખોટા વાયદા કરીને કે છેતરીને તમારી પાસેથી નાણાં પડાવ્યા હોય તો તમે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-316 અને 318 હેઠળ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધાવી શકો છો અથવા મજિસ્ટ્રેટ પાસે ફરિયાદ કરી શકો છો. આ માટે પુરાવા તરીકે કોઈ લખાણ કે રેકોર્ડીંગ કે સ્ક્રીનશોટ વગેરે રજુ કરી શકાય છે.
(6) નાના ઉધોગો માટે ખજઊઋઈ સમાધાન
જો તમે ખજખઊ (ખશભજ્ઞિ, જળફહહ ફક્ષમ ખયમશીળ ઊક્ષયિિાંશિતયત) હેઠળ નોંધાયેલા છો અને કોઈ કંપની તમારા નાણાં ચૂકવતી નથી તો તમે ખજખઊ સમાધાન પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. કાયદા મુજબ, ખરીદદારે માલ મળ્યાના 45 દિવસમાં નાણાં ચૂકવવા પડે છે. જો ન ચૂકવે તો તેણે છઇઈં દ્વારા નિર્ધારિત વ્યાજ દર કરતા ત્રણ ગણું વ્યાજ ચૂકવવું પડી શકે છે.
(7) મધ્યસ્થતા અને લોક અદાલત
કોર્ટની વર્ષો સુધી ચાલતી લાંબી અને ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે ‘મધ્યસ્થતા’ (ખયમશફશિંજ્ઞક્ષ) અને ‘લોક અદાલત’ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં નિષ્પક્ષ મધ્યસ્થી દ્વારા બંને પક્ષોને સામસામે બેસાડી, પરસ્પર સહમતીથી સુખદ અને વાજબી રસ્તો કાઢવામાં આવે છે. આ પ્રક્રિયાથી માત્ર સમય અને પૈસાની જ બચત નથી થતી, પરંતુ પક્ષકારો વચ્ચેના વ્યાપારી કે સામાજિક સંબંધો પણ જળવાઈ રહે છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક છે.
(8) આર્બિટ્રેશન
જો તમારા અને સામેવાળી વ્યક્તિ વચ્ચે થયેલા કરારમાં ‘આર્બિટ્રેશન ક્લોઝ’ હોય, તો તમે કોર્ટમાં ગયા વગર આર્બિટ્રેટરની નિમણૂક કરી શકો છો. આ પ્રક્રિયા કોર્ટ કરતા ઘણી ઝડપી છે. આર્બિટ્રેટર જે ચુકાદો આપે તેને ‘આર્બિટ્રલ એવોર્ડ’ કહેવાય છે, જેની કિંમત સિવિલ કોર્ટના ઓર્ડર જેટલી જ હોય છે. જો સામેવાળી વ્યક્તિ તે મુજબ નાણાં ન ચૂકવે, તો તમે સીધા જ કોર્ટમાં એક્ઝિક્યુશન (અમલીકરણ) કરાવી શકો છો.
(9) નાણાં ઉછીના આપતા પહેલાં
જયારે કોઈને નાણા ઉછીના આપવામાં આવે છે ત્યારે લેખિત કરાર કરવનો આગ્રહ રાખો, ઉપરાંત ઈમેલ અથવા વોટ્સેપ દ્વારા તેને નાણા આપ્યા છે અને સામાવાળાએ સ્વીકાર્યા છે તેનું લખાણ રાખો, રોકડમાં નાણા ઉછીના આપવાનું ટાળો અને બેંક વ્યવહારથી જ આપો, નાણાકીય વ્યવહારમાં તટસ્થ સાક્ષીઓની હાજરી રાખો, નાણા મેળવનાર પાસેથી પોસ્ટ ડેટેડ ચેક મેળવી શકો. એક વાત યાદ રાખો કે સંબંધમાં વિશ્વાસ હોય તે સ્વાભાવિક છે પણ નાણાકીય વ્યવહારમાં વિશ્વાસની સાથે સાથે પુરાવા પણ મેળવી લેવા જરૂરી છે, માણસની દાનત ક્યારે બગડે તે કહી શકાય નહિ, જો પુરાવા હશે તો માણસ વિશ્વાસ જાળવી રાખવા અને સંબંધો જાળવવા પણ મજબુર થશે. ઘણીવાર કરાર અને લખાણ જ માણસને નૈતિક બનાવે છે.
ફસાયેલા નાણાં પરત મેળવવા એ ધીરજ અને કાયદાકીય જ્ઞાન માગતી પ્રક્રિયા છે. જો તમારી પાસે પાકા પુરાવા અને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન હોય, તો ભારતીય ન્યાય વ્યવસ્થામાં રિકવરી માટે મજબૂત જોગવાઈઓ ઉપલબ્ધ છે. ગભરાયા વગર સમયસર લીગલ નોટિસ કે કોર્ટ કાર્યવાહી જેવા પગલાં લેવા એ જ તમારી મહેનતની કમાણી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નાણા વસુલાત માટે ગેરકાયદેસર રીતે વસુલાતનો માર્ગ ક્યારેય અપનાવવો ન જોઈએ અથવા કાયદો હાથમાં લઈને વસુલાત માટે સામે કોઈ અપરાધ ન કરવો જોઈએ. જો ગેરકાયદેસર વસુલાત કરવામાં આવે તો જે તે વ્યક્તિ તમારા વિરુદ્ધ પણ કાનૂની પગલા લઇ શકે છે તેથી તે રસ્તો નૈતિક નથી.

- Advertisement -

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે
Next Article કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?