By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    4 hours ago
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    7 hours ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    8 hours ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    1 day ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    4 hours ago
    ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025
    5 hours ago
    બ્લિન્કિટ પર ગોગો પેપરનું વેચાણ બંધ, સ્વિગીના ઈન્સ્ટામાર્ટમાં વેચાણ ચાલું!
    5 hours ago
    ભાજપ ખકઅના પુત્રના લગ્નમાં ₹70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ
    5 hours ago
    વૃંદાવનમાં ઠાકોરજી પ્રથમવાર ‘બાલ ભોગ-શયન ભોગ’ વિહોણા રહ્યાં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    8 hours ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    1 day ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોમાસામાં જૂનાગઢવાસીઓની થશે કસોટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ચોમાસામાં જૂનાગઢવાસીઓની થશે કસોટી
જુનાગઢ

ચોમાસામાં જૂનાગઢવાસીઓની થશે કસોટી

Khaskhabar Editor
Last updated: 2022/05/23 at 6:13 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભુગર્ભ ગટરનાં કારણે શહેરનાં તમામ રસ્તાઓ ખોદી નાખ્યા

 

વીવીઆઇપીનાં રસ્તા 15 દિવસમાં રીપેર કરવામાં આવ્યાં, સામાન્ય પ્રજા જ્યાંથી પસાર થાય તે રસ્તા મહિનાઓથી ખોદેલા :

- Advertisement -

જૂનાગઢમાં વિકાસ જરૂરી છે. વિકાસનો વિરોધ પણ થવો ન જોઇએ. જૂનાગઢ શહેર માટે મહત્વકાંક્ષી પ્રોજેકટ ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. હાલ 244 કરોડનું કામ પાણી પુરવઠા વિભાગ કરી રહ્યું છે. હવે આગળનું કામ મહાનગર પાલીકા કરશે. સ્વાભાવીક છે કે ભુગર્ભ ગટરનાં કારણે રસ્તા ખોદવા પડે, કેમકે રસ્તા ખોદ્યા વિના તો ગટર નાખી શકાતી નથી. જૂનાગઢ માટે ભુગર્ભ ગટર મહત્વની છે. પરંતુ આ કામમાં આયોજનનો અભાવ જોવા મળ્યો છે. જેનું પરિણામ જૂનાગઢની પ્રજાએ આગામી ચોમાસામાં ભોગવવું પડશે. જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરનાં કામને કારણે તમામ રસ્તા તોડી નાખવામાં આવ્યાં છે. ઠેર ઠેર રસ્તા ખોદેલા પડ્યાં છે. રસ્તા ઉપર માટીનાં ઢગલા જોવા મળી રહ્યાં છે. કોઇ જગ્યાએ કરવા ખાતર રસ્તા રીપેર કર્યા છે. બીજી તરફ ચોમાસું દરવાજે દસ્તક દઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વહેલા વરસાદની આગાહી પણ થઇ રહી છે. બે દિવસથી વાદળા દેખાઇ રહ્યાં છે. વરસાદ નજીકનાં દિવસોમાં થશે. ચોમાસું માથે આવી ગયું હોવા છતા જૂનાગઢમાં રસ્તા રીપેરીંગને લઇ કોઇ ઠેકાણું નથી. ચોમાસા સુધીમાં રસ્તા રીપેર થાય તેવું દેખાતું પણ નથી. પરિણામે ચોમાસામાં જૂનાગઢવાસીઓની કસોટી થશે. આ જ સ્થિતી રહી તો ચોમાસામાં ચાલવું મુશ્કેલ બનેશે. વાહન પણ ચલાવી શકાશે નહી. આ ઉપરાંત તંત્રનો પણ ભેદવાભ જોવા મળી રહ્યો છે. વીવીઆઇપી જે રસ્તા પરથી પસાર થઇ રહ્યાં છે તેવા રસ્તા ઝડપથી રીપેર થઇ રહ્યાં છે. પરંતુ સામાન્ય પ્રજાનાં માર્ગો મહિનાઓથી જેમનાં તેમ પડ્યાં છે. સરદારબાગથી કલેકટર કચેરી સુધીનો માર્ગ તાજેતરમાં ખોદવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગને વહેલી તકે રીપેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ કલેકટર કચેરીથી આગળ વંથલી રોડ અક્ષર મંદિર સુધીનો માર્ગ પાંચ મહિના થયા છતા રીપેર થયો નથી. અહીં માત્ર કાકરી નાખી દેવામાં આવી છે. એક બાજુની સાઇડ લાંબા સમયથી બંધ હાલતમાં છે. એટલું જ નહી શહેરની અંદર પણ અનેક રસ્તાઓ મહિનાઓથી ખોદેલા પડયાં છે.લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસા દરમિયાન તેમાં વધારો થશે. ચોમાસા આડે હજુ કેટલાક દિવસો બાકી છે પહેલા યુદ્ધનાં ધોરણે મનપા દ્વારા કામ ઉપાડવામાં આવે તે જરૂરી છે. ચોમાસામાં શહેરમાંથી પાસર થવું પણ મુશ્કેલ બનશે.

ચોમાસું દસ્તક દઇ રહ્યું છે પરંતુ તંત્રનાં પેટમાં પાણી હલતું નથી

- Advertisement -

ચોમાસામાં ગટરનાં કામની પણ પરીક્ષા થશે. ઘણા સમય પહેલા જવાહર રોડ ઉપર ગટરનાં કામ બાદ લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. હાલ જૂનાગઢમાં ગટરનું કામ કરવામાં આવ્યું છે, તે કેટલું યોગ્ય છે તેની જાણ તો ચોમાસામાં જ થશે. ગટરનું લેવલ નહી જળવાયું હોય તો ઠેર ઠેર પાણી ભરાશે. લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડશે. ચોમાસામાં ગટરનાં કામની પણ પરીક્ષા થશે.

ચોમાસામાં વાહન રસ્તામાં ફસાઇ જશે 
જૂનાગઢમાં ભુગર્ભ ગટરનાં કારણે રસ્તા ખોદવામાં આવ્યાં છે. ચોમાસા નજીક આવી રહ્યું છે. ચોમાસામાં વાહન રસ્તામાં ફસાઇ જશે. ગત વર્ષે એમજી રોડની હાલત ખુબ જ ખરાબ થઇ હતી. ચાલુ વર્ષે ચોમાસામાં શહેરનાં મોટાભાગનાં રસ્તાની આ પ્રકારે હાલત થવાની સંભાવનાં છે. મનપા તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા રીપેર થયા તે જરૂરી છે.

ઉનાળાનાં અંતમાં રસ્તા રીપેર કર્યો
જૂનાગઢમાં દર વર્ષે ચોમાસામાં રસ્તા તુટી જાય છે. રસ્તા તુટ્યાં બાદ શિયાળામાં કોઇ જ કામ થતું નથી. ઉનાળામાં ટેન્ડર વગેરેની પ્રકિયા કરી ઉનાળાનાં અંતમાં રસ્તા રીપેર કરવામાં આવે છે. જૂનાગઢનાં લોકોને સારા રસ્તા ઉપર ચાલવાનાં ઓછા દિવસો મળે છે. ત્યારે ફરી ચોમાસામાં રસ્તા તુટી જાય છે. હાલ જૂનાગઢમાં ઉનાળાનાં અંતમાં અનેક રસ્તા નવા કરવામાં આવ્યાં છે.

તાલાલા પંથકનાં કેટલાક ગામમાં સવારે છાંટા પડયાં
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણ બદલાઇ ગયું છે. આકાશમાં વાદળ જોવા મળી રહ્યાં છે. તેમજ તેજ ગતીએ પવન ફુંકાઇ રહ્યો છે. આજે સવારનાં તાલાલા પંથકનાં કેટલાક ગામમાં છાંટા પડ્યાં હતાં. વરસાદી માહોલ બનતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજું મોટાભાગનાં ખેડૂતોને ખેતર તૈયાર કરવાનાં બાકી છે. તેમજ કેરીનો પાક આંબામાં છે. સમય કરતા વહેલો વરસાદ થશે તો કેરીનાં પાકને નુકશાન થવાની સંભાવનાં છે.

 

 

You Might Also Like

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અને વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા લોક જાગૃતિ રેલી

સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન

જૂનાગઢના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રભારી સચિવ દિલીપ રાણાની સમીક્ષા બેઠક

જૂનાગઢ ખાતે રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાએ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજી

જૂનાગઢ GIDCમાં પ્લાસ્ટિકના ડેલામાં આગ: 3 કલાકની જહેમત બાદ કાબૂ

TAGGED: garat samsya, junagadh, monsoon, ગટર, ચોમાસુ, જૂનાગઢ, સમસ્યા
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ સાઉથ આફ્રિકા સામેની T-20માં કેપ્ટન: ઉમરાન-અર્ષદીપનો સમાવેશ
Next Article ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે અતિ શરમજનક ઘટના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અને વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા લોક જાગૃતિ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન
જૂનાગઢના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રભારી સચિવ દિલીપ રાણાની સમીક્ષા બેઠક
જૂનાગઢ ખાતે રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાએ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજી
જૂનાગઢ GIDCમાં પ્લાસ્ટિકના ડેલામાં આગ: 3 કલાકની જહેમત બાદ કાબૂ
અવધૂત આશ્રમની ગૌશાળાના કલ્યાણગીરી પોલીસ સકંજામાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અને વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા લોક જાગૃતિ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

જૂનાગઢના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રભારી સચિવ દિલીપ રાણાની સમીક્ષા બેઠક

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?