ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢની આર.એસ કાલરિયા પ્રાયમરી સ્કુલ તેમજ પટેલ કેળવણી મંડળ ઓફ ટેકનોલોજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસના પ્રસંગે સમર્પણ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય સંજય કોરડીયાની ઉપસ્થિતિમાં જુનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી વિવિધ જનહિત માટેની સેવાઓનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની પ્રેરણાથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવાની સાથે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરી વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક તેમજ અન્ય જરૂરી સેવાઓ જેમાં જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, આવકનો દાખલો, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દીરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, રાશનકાર્ડમાં નામ દાખલ-નામ કમી-સુધારો-વધારો, પીંક કાર્ડ, ગ્રે કાર્ડ, હક્કપત્રક વારસાઇ નોંધ અરજી સ્વીકારવી તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, ડાયબીટીશ/બી.પી. ચકાસણી, જન્મ-મરણ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, આધારકાર્ડ, જાતિ અંગેના દાખલા, વિકલાંગ, એસ. ટી. પાસ, બેંક ખાતા અંગે વગેરે જેવી પ્રાથમિક સેવાઓ એક જ દિવસમાં મળી રહે તેવા સરકારના ઉમદા આશયથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જૂનાગઢની આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કૂલમાં સમર્પણ સેતુ કાર્યક્રમનું આયોજન
