ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની યોજના ઓના લીધેલ લાભનું લાભાર્થી સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આજુબાજુ ગામના સરપંચ ગામના લોકો પણ જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે લોકોને ખૂબ વિષતૃતમાં માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારની યોજનાનો લીધેલ લાભ લાભાર્થી સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ ભૂતિયા રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ બાપોદરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામંતભાઈ મોઢવાડિયા, તાલુકા ભાજપના પ્રમુખ બીપીનભાઇ કરથીયા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા, ગામના સરપંચ ભનુભાઈ બાપોદરા, ભરતભાઈ બાપોદરા વગેરેના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાણાવાવના બાપોદર ગામ ખાતે મોદીના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી સંમેલન યોજાયું
