સંતો મહંતો, મેયર કલેકટર- મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વચ્છતા હી સેવા રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાન ના પ્રારંભના ભાગરૂપે આજે જૂનાગઢના ઐતિહાસિક તીર્થ અને પ્રવાસન સ્થળ ભવનાથ ખાતે સંતો મહંતો અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો. ભવનાથ વિસ્તાર અને દામોદર કુંડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતુ .સાથે સાથે જુનાગઢમહાનગરપાલિકાના સફાઈ કામદારોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને મહાનગરપાલિકા નગરપાલિકાઓના સંકલનથી શહેરી વિસ્તારોમાં હેરિટેજ , પ્રવાસન , તીર્થ સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો એ એક વિશેષ અભિયાનના ભાગરૂપે જન ભાગીદારી-જન જાગૃતિ સાથે કાયમ સ્વચ્છતા રહે તેવા ઉદ્દેશ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે .જેમાં ભવનાથના મહંત શ્રી હરિગીરી મહારાજ અન્ય સંતો મહંતો, મેયર શ્રી ગીતાબેન પરમાર, કલેકટર શ્રી અનિલ રાણા વસિયા ,મ્યુનિસિપલ શ્રી રાજેશ તન્ના, સ્વચ્છતા એમ્બેસેડર લોકસાહિત્યકાર અમુદાન ભાઈ ગઢવી, સ્ટેન્ડિંગ સ મિટીના ચેરમેન હરેશ પરસાણા, કોર્પોરેટર એભા ભાઈ કટારા, પૂર્વ મેયર ધીરુભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અગ્રણીઓએ પ્રતિક રૂપ સફાઈ શરૂ કરી સૌને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત મિનરાજ શૈક્ષણિક સંકુલ અને ભારતી આશ્રમ ના વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છતા રેલી યોજી હતી. દામોદર કુંડમાં પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યાં સંતોની પ્રેરણાથી પ્રવાસીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.