• ઘર આંગણે ડિજિટલ પોર્ટલના માધ્યમથી ગ્રામ પંચાયત દ્વારા નાગરીકોને સરળ સુવિધા ઉપલબ્ધ

  ઓનલાઇન સેવાની શરૂઆતથી નાગરિકોના નાણાં-સમય ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે:
  નજીવી ફી લઈને સારી સેવા મળશે.

  નવી સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરાઇ. આવકનો દાખલો એફીડેવીટ રેશનકાર્ડમાં નામ નોંધવા કમી કરવા જેવા દસ્તાવેજોની અરજદારોને સ્થળ પર જ એનાયત કર્યા.

  ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિનું નવું સોપાન શરૂ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જનહિત સેવા કાર્યોની સુવિધા સેવાસેતુના માધ્યમથી અગણિત લોકોના પ્રશ્નોને ઘર આંગણે ઝડપથી ૨૭ જેટલી સેવાઓ પોર્ટલ દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ કરીને આપવાનો ગ્રામપંચાયત કક્ષાએ સેવાઓ સરળતાથી હવે મળશે. જેના ભાગરૂપે આજે રાજ્યભરમાં ૮ ઓક્ટોબરથી આ સુવિધાનો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સી. જે. પટેલ દ્વારા સેવાનો શુભારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે પ્રાંત અધિકારી,નાયબ માહિતી નિયામકશ્રી, મામલતદારશ્રી અને તલાટી-કમ-મંત્રીશ્રી તથા સરપંચશ્રી કોમ્પ્યુટર ઓપરેટર તથા મહેસુલી કર્મચારીઓ ઉપસ્થિત રહીને અરજદારોની વિવિધ સુવિધાઓ મેળવવાના માર્ગદર્શન સાથે દસ્તાવેજી પુરાવાઓ ખરાઇ કરીને પ્રિન્ટઆઉટ કાઢીને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે અરજદારોને સ્થળ પર જ ગ્રામપંચાયત ખાતે એનાયત કરવામાં આવ્યા હતા. આ સુવિધા કઈ રીતે કામ કરે છે તેનું જાત નિરીક્ષણ કરી પોર્ટલ અંગે જરૂરી સુચના અને સરળ સેવા નાગરિકોને મળી રહે તે માટે તાકીદ કરીને ઓનલાઇન સુવિધાનો તાગ મેળવ્યો હતો. જેમાં આવકનો દાખલો એફિડેવિટ રેશનકાર્ડમાં નામ નોંધણી, ૭/૧૨-ના ઉતારા અને ખેડૂત પોર્ટલમાં નામ નોંધણી રજીસ્ટ્રેશન તથા જરૂરી આનુષાંગિક સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને આ સેવાનો વધુને વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આ સુવિધાથી હવે લોકોને છેક તાલુકા સુધીની કચેરીઓમાં ધક્કો ખાવો નહીં પડે. તેમાંથી મુક્તિ મળશે અને જરૂરી નજીવી ફી લઇ સારી સુવિધા ઘર આંગણે જ મળતી થશે. પ્રથમ તબક્કામાં ૨૭ સેવાઓ બે હજાર ગ્રામ પંચાયતોમાં શરૂ કરાઇ છે. જેનો વ્યાપ આવનાર દિવસોમાં વધારીને સૌને સેવા મળે તેવું આયોજન કરવામાં આવશે. એ જ રીતે સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ સેવાસેતુ ડિજિટલ શરૂ કરાઈ છે ડિસેમ્બર ૨૦૨૦માં ૮000 ગ્રામ પંચાયતોને આવરી લેવાશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને પણ આપવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીનું ડિજિટલ ઇન્ડિયા મિશન પાર પાડવામાં ગુજરાત લીડ લેશે. જ્યાં માનવી ત્યાં સુવિધા આપવાનો મંત્ર સાકાર થશે. દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિલોમીટર અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દ્વારા ૭૬૯૨ ગ્રામ પંચાયતોની આવરી લેવાઇ છે.
  ગ્રામ પંચાયત સેવા કેન્દ્ર ગ્રામ પંચાયત કચેરીએ થી જ હવે રાશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું. નામ કમી કરવું, સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે આવકનો દાખલો, સિનિયર સિટીઝન દાખલો, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિ પ્રમાણ પત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુના માધ્યમ થી માત્ર ૨૦/- રૂ.ની નજીવી ફી થી મળશે. હજી ઘણા વિભાગો ની સુવિધાઓ પણ ડિજિટલ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  જિલ્લા કલેકટરશ્રી દ્વારા ગ્રામજનો સાથે સોસિયલ ડિસ્ટન્સીંગ રાખીને વાત કરતાં જણાવ્યું હતું કે, આ ગામમાં પાણી પુરવઠા અંગે પાઇપ લાઇન પણ લોક ફાળો જમા કરાવીને સારી સુવિધાઓ લાભ તમે લઇ શકો છો અને મફતમાં નહી આપણા ગામની સુવિધા માટે જનભાગીદારી લોકફાળો પણ જરૂરી છે. અને ખેડૂતોને ટેકાના ભાવે ઉત્પાદિત માલ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અને તેનો લાભ લેવા અપીલ કરાઇ હતી. ગ્રામજનોએ રોડ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો હકારાત્મક પ્રતિભાવ આપી રજૂઆતને ઉકેલવાની ખાત્રી આપી હતી મીડિયાના માધ્યમથી આ સેવા અંગે બાઇટ આપી વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી.
  આ સાથે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ તાલુકામાં વદરાડ, છાદરડા, તલોદ તાલુકામાં વલિયમપુરા, વડાલી તાલુકામાં નાદરી, રામપુર (ફુ), ડભોડા ખાતે ડિજિટલ સેવાસેતુનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને અગ્રણીઓ ગ્રામજનો સરપંચો- તલાટીઓ ઉપસ્થિત રહીને આ સેવાનો લોકોને લાભ આપવા તત્પરતા દાખવી હતી. લોકો દ્રારા આ સેવાસેતુને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક અડચન ઉભી થાય તો તે પણ ઝડપથી દૂર કરવામાં આવશે. આ એક સરકાર તમારે દ્રાર જેવો કાર્યક્ર્મ બની રહેશે.

 • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.