વિખ્યાત ધારાશાસ્ત્રી પીયૂષભાઈ શાહની ધારદાર દલીલો માન્ય રાખતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આ કામના ફરીયાદીએ તારીખ 21/05/2025 ના રોજ ડી.સી.બી પોલીસ સ્ટેશનમા આરોપી તરીકે આશિષ ડાભી, એજાજ અને ધર્મેશ તથા ફરીયાદીની શૌક્ષણીક સંસ્થામાં સી.સી.ટી.વી ફીટ કરનાર માણસ તરીકે નામજોગ ફરીયાદ આપેલ હોય તેમજ આ કામે પોલસે બી.એન.એસની કલમ 308(5),61(2),54 તથા આઈ.ટી.એકટની કલમ 66બી, 66ઈ, 67, 68(એ) મુજબનો ગુન્હો આરોપીઓ સામે નોધાયેલ હોય અને આરોપીની તારીખ 21/05/2025 ના રોજ અટક કરી નામદાર અદાલતમા રજુ કરતા પોલીસે રીમાંન્ડ માગતા આરોપીઓના 22/05/2025 સુધીના રીમાન્ડ મેળવી તારીખ 22/5/2025 ના રોજ નામદાર અદાલતમા રજુ કરતા આરોપીના વકીલે કરેલ જામીન અરજી દયાને લઈ આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ડી.સી.બી પોલીસ સ્ટેશનમા આરોપી તરીકે આશિષ ડાભી, એજાજ અને ધર્મેશ તથા ફરીયાદીની શૌક્ષણીક સંસ્થામાં સી.સી.ટી.વી ફીટ કરનાર માણસ તરીકે નામજોગ ફરીયાદ આપેલ અને સદરહુ ફરીયાદ મુજબ ફરીયાદી યશપાલસિંહ સિંધુભા ચુડાસમાએ બી.એન.એસની કલમ 308(5),61(2),54 તથા આઈ.ટી.એકટની કલમ 66બી, 66ઈ, 66ઇ ,68(એ) મુજબની ફરીયાદ લખાવેલ હતી જેમા આરોપીઓ કાવતરુ રચી ફરીયાદીના શૈક્ષણીક સંસ્થામા સી.સી.ટી.વી કે જે ચેમ્બરના વિડીયો સોશ્યલ રીપોટર્સ સાંદય દૈનિકમાં ” રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ નામાંકીત સ્કુલનો વિડીયો થયો વાયરલ’ તેવુ લખેલ ફોટો ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામમા અપલોડ કરી ફરીયાદીના મીત્ર અનિરૂધ્ધભાઈ નકુમ મારફત તેમજ ધર્મેન્દ્રસિંહ વાળા મારફતે વિડીયો વાયરલ નહી કરવા માટે રૂા.25,00,000/-ની માંગણી કરેલ હતી જેથી આરોપી તરીકે આશિષ ડાભી, એજાજ અને ધર્મેશની અટક કરી રીમાન્ડ મેળવી નામદાર કોર્ટમા રજુ કરતા અને સોશ્યલ રીપોટર્સેના તંત્રી આશિષભાઈ ડાભી વતી રોકાયેલ એડવોકેટ મારફત કરેલ જામીન અરજીની દલીલ કે જેમાં મુખ્યત્વે આ કામે દલીલ કરેલ કે આરોપીએ આ કામે ફરીયાદીનો સંપર્ક કરેલ નથી, ફરીયાદીએ પોતે શૌક્ષણીક સંસ્થા એટલે કે જે મંદિર જેવુ પવીત્ર સ્થાનમા આવા બીભત્સ વિડીયો આવતા હોય અને બાળકો ઉપર શુ અસર થશે અને પોલીસ આવા બીભત્સ વિડીયો વાળા ઉપર કોઈ કાર્યવાહી કરેલ કે કેમ, આ કામનો ફરીયાદી પોતાના બચાવ માટે આવી ખોટી ફરીયાદ ઉભી કરેલ છે, બનાવની ફરીયાદ જ ગોઠવણ કરી ઉભી કરેલ છે. પોલીસ મારફત ખોટો કેસ કરેલ છે. આ કામે ખંડણી જેવી ખોટી કલમો લગાડેલ હોય, અને આ કામે બી.એન.એસની કલમ 308(5) જે ખરેખર આ કામમા આવી કલમ લાગતી ન હોય, ફરીયાદીએ પોતાની બદનામીથી બચવા માટે આવી ખોટી રીતે કેસ કરેલ છે. સોશ્યલ રીપોટર્સેના તંત્રી આશિષભાઈ ડાભીએ બોગસ પત્રકાર નથી જે નોધાયેલ ન્યુઝ પેપર છે, વિગેરે દલીલોથી સોશ્યલ રીપોટર્સેના તંત્રી આશિષભાઈ ડાભીને નામદાર અદાલતે તાત્કાલીક જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમા આરોપી વતી સીનીયર એડવોકેટ પીયુષ એમ. શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા,વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, યોગેશ જાદવ, તેમજ મદદનીશમા અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા, રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા, સંજભાઈ મેરાણી, તથા મીહીરભાઈ શાહ રોકાયેલ હતા.