દરેક તાલીમાર્થીઓને મનોરમ્ય સર્ટીફીકેટ એનાયત થશે : દીપકભાઇ મકવાણા
અતિથિ વિશેષ તરીકે જયદેવ શાહ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉતરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ, રાજકોટ ખાતે યોજાયેલ હતો. આ કેમ્પનાં આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકાનો સહયોગ મળ્યો હતો.
આ કેમ્પમાં પ્રતિવર્ષની જેમ જ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ જોડાયેલા હતા. 4 થી 16 વર્ષ સુધીના 500થી વધુ બાળકોએ સતત 21 દિવસ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી હતી. આ ઉપરાંત કેમ્પમાં જોડાયેલ બાળકોની સાથે વાલીગણ આવતા તેના માટે પણ દરરોજ યોગશિબિરનું આયોજન કરાયેલ હતું તેમજ તાલીમાર્થીઓને દરરોજ સ્વાસ્થયવર્ધક નાસ્તો આપવામાં આવતો હતો.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક જણાવે છે કે, ‘બેંકનો ક્રિકેટ કોચીંગ કેમ્પ શરૂ થવાનો હોય તે પહેલા જ બાળકો અને વાલીગણની પૃચ્છા શરૂ થઇ જતી હોય છે. સતત 27 વર્ષ સુધી સફળતાથી કેમ્પ યોજાય છે. આ આયોજનને સફળ બનાવવા સમગ્ર ટીમ અથાગ જહેમત ઉઠાવે છે. તા. 1 થી તા. 21 દરમિયાન રેસકોર્ષ ખાતે કેમ્પની તાલીમ હતી અને હવે, તા. 25ને રવિવારે સવારે બેંકની હેડ ઓફિસ ખાતે દરેક તાલીમાર્થી બાળકોને દેશભક્તિથી ભરપુર ફિલ્મ દર્શાવાશે અને સાથોસાથ મનોરમ્ય સર્ટીફીકેટ એનાયત થશે.’
વિશેષમાં ક્રિકેટ કોચીંગ કેમ્પના સમાપન સમારોહમાં યુવા ક્રિકેટર, રણજી ટ્રોફીના પૂર્વ કપ્તાન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સંસ્થાકીય આગેવાનોએ ક્ેમ્પની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનને બિરદાવેલ હતું. બેંકની વિવિધ શાખાની વિકાસ સમિતિના ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો ઉપરાંત રાજકોટનાં ધારાસભ્યો – ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપના પદાધિકારીઓ, રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, સ્વદેશી જાગરણ મંચ, લઘુ ઉદ્યોગ ભારતી, સક્ષમ સંસ્થા, સેવા ભારતી, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.ના પદાધિકારીઓ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એનએમઓ-નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન, ધર્મ જાગરણ મંચ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નિવૃત્ત કર્મચારીઓનું મંડળ, અધિવક્તા પરિષદ વગેરે મહાનુભાવો અને સંસ્થાકીય હોદેદારો ઉપસ્થિત રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને બેંકના સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યને એકસૂરમાં બીરદાવેલ હતું. કેમ્પના આયોજન માટે દીપકભાઇ મકવાણા (પ્રોજેક્ટ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા-અશોકભાઇ ગાંધી (પ્રોજેક્ટ ડિરેકટર), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), વિપુલભાઇ દવે-ભરતભાઇ કુંવરીયા-અજયભાઇ ચાવડા (વહીવટી ઇન્ચાર્જ), હિતેશભાઇ ચોક્સી-કમલેશભાઇ રાઠોડ-વૈરાજભાઇ જાની (સંયોજક) ઉપરાંત સમગ્ર ટીમ નાગરિકે અથાગ જહેમત ઉઠાવી હતી.