સરકારી અધિકારીઓની મનમાની કંઈ નવી નવાઈની વાત નથી અને એમાંય પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓમાં જરાય બાંધછોડ ન કરી શકાય એવી જગ્યાએ આવી ગફલત કેમ કરી ચલાવી લેવાય? ત્યારે એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
ખરેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરના ઠેર ઠેર પોસ્ટર લાગ્યા
જામનગરના ખરેડી ગામે સરકારી ડોક્ટર ખોવાયાના પોસ્ટર લાગ્યા છે. ખરેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરના ઠેર ઠેર પોસ્ટર લાગ્યા છે. આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર હાજર ન રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડોક્ટર હાજર ન રહેતા લોકોમાં આક્રોશ
જાહેરસ્થળો પર ડોક્ટરના ફોટો સાથેના પોસ્ટર લગાવ્યા છે. ડો.ઝાલાવાડિયાના ફોટો સાથે લાગ્યા પોસ્ટરો લાગતા જોત જોતમાં પોસ્ટર વાયરલ થઈ ગયા છે. ડોક્ટર હાજર ન રહેતા ગ્રામજનો આરોગ્ય સેવાથી વંચિત હોવાનું લખીને પોસ્ટર લાગ્યા છે.