માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ગુજરાત સરકાર પાસે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની તાત્કાલિક અમલવારી કરે તેવી ખેડૂતો નાં હીતમા માંગણી કરી છે સૌરાષ્ટ્ર નાં ઘણા વિસ્તારોમાં ૧૫ ઓક્ટોબર પછી બે ઈંચ કે તેથી વધુ વરસાદ થયેલ છે જેથી ખેતીનાં તમામ પાકોમાં નુકસાન થયેલ છે ગુજરાત સરકાર દ્વારા તા.૧૦/૮/૨૦ નાં રોજ પરિપત્ર બહાર પાડી મુખ્ય મંત્રી કિસાન યોજના બહાર પાડેલ છે ખેડુતો નાં હક્ક નો મળતો પાક વિમો ભુલાવવા માટે આ પરિપત્રથી એક હેક્ટર દીઠ રૂ ૨૦૦૦૦(વિશ હજાર) અને વધુ માં વધુ ૪ હેકટર સુધી રૂ ૮૦૦૦૦ (એસી હજાર) સુધી ની નુકસાની ચુકવવાની જોગવાઈ કરેલ છે આ પરિપત્રથી જે વિસંગતતા ઉભી થાય તેમાં દાખલા તરીકે માણાવદર તાલુકાની જ વાત કરીએ તો માણાવદર શહેર માં મામલતદાર ઓફીસ માં વરસાદ નાં આંકડા નોંધાય છે તેમાં વરસાદ બે ઇંચ થી ઓછો નોંધાયેલ હોય જ્યારે તાલુકા નાં ઘણા ગામો માં વરસાદ બે ઇંચ થી વધુ થયેલ હોય આંકડા સરકાર પાસે આવતા નથી સરકાર ની ગાઇડ લાઇન માં મામલતદાર ઓફીસ PHC સેન્ટર ના જ આંકડા માન્ય ગણે છે ધણાં ગામડામાં ડેમ સાઈટ કે PHC સેન્ટર જ ના હોવાને લીધે તેવા ગામોમાં બે ઈંચ થી વધુ વરસાદ થયેલ હોય તો આ ગામોનાં ખેડૂતો નું શું ? આના ઉકેલ માટે જે ગામોમાં બે ઈંચ થી વધુ વરસાદ થયેલ હોય તેવા ગામોમાં ગ્રામ પંચાયત દ્વારા રોજકામ કરાવી અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો ને આનો લાભ તાત્કાલિક આપવો જોઈએ જેથી ખરેખર નુકશાની ભોગવેલા ખેડૂતો ને અન્યાય ન થાય તેવી લાગણી અને માંગણી ખેડૂતો વતી કરેલ છે

 

  • જીજ્ઞેશ પટેલ માણાવદર