2 વર્ષ બાદ આજે ભારે ઉત્સાહ સાથે ચારેય ફિરકાઓ અને સંસ્થાઓ દ્વારા ધામધૂમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મના વધામણાં કર્યા
રાજકોટ સહિત રાજ્યભરમાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કીના ગગનભેદી નાદ સાથે ભવ્ય શોભાયાત્રા બેન્ડ રાજમાર્ગો પર ફરી હતી. સાથે ધર્મ સભામાં સાધુ- સાઘ્વીજીઓએ આશીર્વચન પાઠવ્યા હતા. 2 વર્ષ બાદ આજે ભારે ઉત્સાહ સાથે ચારેય ફિરકાઓ અને સંસ્થાઓ દ્વારા ધામધૂમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મના વધામણાં કર્યા હતા. રાજકોટમાં આજે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિનની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વીર પ્રભુની ધર્મયાત્રા મણિઆર દેરાસરથી શરૂ થઈ શ્રોફ રોડ, શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞિક રોડ, સરદારનગર રોડ, મહાવીર સ્વામી ચોક થઈને હેમુગઢવી હોલ ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

આ ધર્મયાત્રામાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરજમુની મ.સા. નેમિસુરી સંપ્રદાયના મુનિરાજ જે.પી. ગુરુજી, અજરામર સંપ્રદાયના ડો. નિરંજન મુનિ મ.સા. સહિતના સાધુ સાધ્વીજીઓની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફ્લોટ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ જોડાયા હતા. આ ધર્મયાત્રા રૂટ ઉપટ આકર્ષક રંગોળીઓ, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભિત કરેલ કાર -બાઇક-સાયકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભૂષા, રાસની રમઝટ, જામનગરની પ્રખ્યાત વિસા ઓસવાલ બેન્ડ અને બોટાદનું પ્રખ્યાત જૈન બેન્ડ દ્વારા રેલાવાતી સુરાવલી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ધર્મયાત્રા બાદ આયોજિત ધર્મસભામાં સાધુ સાધ્વીજીઓએ આશીર્વચન પાઠવ્યા હતા. વધુમાં ધર્મયાત્રા દરમિયાન 18એ આલમ અને સામાજિક સંસ્થાઓ તથા રાજકીય પાર્ટીઓએ ભવ્યાતિભવ્ય સ્વાગત પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાના કારણે 2 વર્ષ બાદ ચારેય ફિરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -

ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ સાથે ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી ધર્મ સભામાં સાધુ-સાઘ્વીજીઓએ આશીર્વચન પાઠવ્યા. 2 વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે ચારેય ફિરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા ધામધૂમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
દરેક સમસ્યાઓનો ઉકેલ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશમાં : વિજય રૂપાણી
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, બે વર્ષ બાદ જૈન સમાજ મહાવીર જયંતિની હર્ષઉલ્લાસથી ઉજવી રહ્યા છે. ભગવાન મહાવીરના ચીંધેલા રાહ ઉપર દુનિયાની બધી સમસ્યાઓનો જવાબ અને ઉકેલ તેમના ઉપદેશ માં મળી રહે છે.દરેક આત્મા પરમાત્મા બને અને વિશ્વનું કલ્યાણ થાય ભગવાન મહાવીર સ્વામીનીએ કલ્પના અને એના આધાર ઉપર જૈન ધર્મ આજે મહાવીર સ્વામી જયંતિની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે.


