By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂની કુટેવો બદલવાની નવીનક્કોર રીતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > જૂની કુટેવો બદલવાની નવીનક્કોર રીતો
લાઇફ સ્ટાઇલ

જૂની કુટેવો બદલવાની નવીનક્કોર રીતો

Khaskhabar Editor
Last updated: 2021/06/22 at 5:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE

આ સિદ્ધાંતો હસ્તગત થતાં જ જિંદગી સરળ બની જશે, રૂઢિગત વિચારો છોડી તમે તમારું મગજ સુધારી શકો છો, બીજા જેવા બનવા કરતાં તમારી પોતાની જાત જેવા જ બનો તો કેટકેટલા પ્રશ્ર્નો હલ થઈ જાય ! તમારી અંદર રહેલી દિવ્યશક્તિ વિકસતી જશે તેમ તમે આનંદ અનુભવતા જશો. 

Contents
બહાનાં ભગાડવાનાં 7 શાનદાર નુસખાં‘તમારી જાતને બદલવાની શક્તિને ઓછી ન આંકશો અને બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકશો’ પોતાની શક્તિને ઓળખો, પોતાની ટેવો સુધારવાની વાત આવે કે મોટા ભાગના માણસો હાથ ઊંચા કરી દે, ખરેખર તો પોતાની જાતને અને પોતાના વિચારોને બદલવા સહેલા છે, બીજાં કરે તેના કરતાં જાતે કરવું વધુ સરળ છે.  
  • વેન ડબલ્યુ. ડાયરે 300થી વધુ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. તેઓ એક પ્રખર વક્તા છે. પોતાના વક્તવ્યથી તેમણે અનેક લોકોને પ્રભાવિત કરી જીવનનો નવો રાહ બતાવ્યો છે. તાજેતરમાં તેમના એક પુસ્તકનો દર્શાબેન કિકાણીએ (અમદાવાદ) ‘બહાના ન કાઢ, દોસ્ત !’ નામે ભાવાનુવાદ કર્યો છે જેની સારાંશરૂપ પુસ્તિકા ‘વિચારવલોણું પરિવાર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. પોતાની જાતને બદલી શકવાની શક્તિને ક્યારેય ઓછી ન આંકો. બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકો.

- Advertisement -
  • હવે તો તમે જાણી જ ગયા હશો કે મગજને બગાડતા વાયરસ દૂર કરી મગજને કેવી રીતે સુધારી શકાય. જેવું કુદરતમાં તેવું જ મનુષ્યમાં. કેરીથી લદાયેલો આંબો ઝૂકે છે તેવી જ રીતે સફળ માણસ પણ નમ્ર બને છે અને બહાનાં નથી કાઢતો. જેટલી કામનાઓ વધુ તેટલાં બહાનાં વધુ. આપણા પ્રશ્ર્નોના ઉકેલ ન મળે તો આપણે તેનાથી ઉપર ઊઠવું જોઈએ, દૂર રહેવું જોઈએ. આ પુસ્તકમાં બતાવેલ પ્રયોગો કરો તે પહેલાંથી જ રૂઢિગત ટેવો અને વિચારસરણીથી દૂર થાવ. તમે માણસ થઈ દૈવી અનુભવો લેવા આવ્યા છો એમ વિચારવાને બદલે તમે દૈવી પુરુષ-સ્ત્રી છો અને સામાન્ય માણસના અનુભવ લેવા આવ્યા છો એમ વિચારો તો તમારા કેટલા પ્રશ્નો દૂર થઈ જાય ! એક નાનો દાણો, એકલો તો કંઈ કામનો નથી પણ એમાં મોટું વૃક્ષ અને જંગલ થવાનાં સપનાં છુપાયેલાં છે. તેવી જ રીતે તમારામાં પણ અમાપ શક્તિ પડેલી છે. આગળના ભાગમાં વર્ણવેલા સિદ્ધાંતો ફરી જોઈ લઈએ :
  •  તમારા મનની અમાપ શક્તિને ઓળખો.
  • તમારા વિચારોને દૈવી વિચારો સાથે
    સુસંગત કરો.
  • આ ક્ષણમાં જીવો. તમે કોણ છો તે
    જાણો.
  •  સ્વાસ્થ્ય, આનંદ અને સફળતાને
    જીવનમાં આવકારો.
  • તમારી જિંદગીમાં પ્રવેશેલ દરેક માણસ
    અને પ્રસંગને પૂરા પ્રેમથી ચાહો.
  • લેવા કરતાં આપવાની ભાવના રાખો.
  • આ સિદ્ધાંતો હસ્તગત થતાં જ જિંદગી સરળ બની જશે. રૂઢિગત વિચારો છોડી તમે તમારું મગજ સુધારી શકો છો. બીજા જેવા બનવા કરતાં તમારી પોતાની જાત જેવા જ બનો તો કેટકેટલા પ્રશ્નો હલ થઈ જાય ! તમારી અંદર રહેલી દિવ્યશક્તિ વિકસતી જશે તેમ તમે આનંદ અનુભવતા જશો. બાળપણથી તમને નકારાત્મક સંદેશા જ મળ્યા છે : તું આ નહીં કરી શકે, તું નકામો છે, તું નાનો છે, પૈસા મફતના નથી આવતા, તને કોણ પ્રેમ કરે ? તું ક્યારેય સફળ નહીં થાય, તારી માની જેમ તું પણ કંઈ નહીં બની શકે.. હજારો જાતના અવરોધો તમારા મનમાં ઠોકી બેસાડ્યા છે. તમારાં બહાનાંઓ તમારી આ લાગણીઓને પોષે છે. તમારું મન એટલું જકડાઈ ગયું છે કે તમે કરી શકો તેટલું સારું કામ નથી કરી શકતા.
  • નીચેના વિધાનો માનો અને તમારા મનને તથા તમારી જાતને બદલો :
  •  હું લાયક અને ઉપયોગી માણસ છું.
  •  હું બુદ્ધિમાન છું.
  •  મને સારી વસ્તુઓ મળવી જોઈએ, કારણ કે હું સારો-સારી છું.
  • મારી જિંદગીના દરેક ક્ષેત્રમાં અઢળક સંપત્તિ છે.
  • હું સ્વાસ્થ્ય, સુખ અને સફળતાને લાયક છું.
  • હું મારી જાતને અને બીજાઓને પ્રેમ કરું છું.
  • લોકોની સેવા કરવાની મારી ઈચ્છા છે.
  • લોકોના અભિપ્રાયો કરતાં હું અનોખો-અનોખી છું.
  • બહાનાં ભગાડવાનાં 7 શાનદાર નુસખાં

  • ‘તમારી જાતને બદલવાની શક્તિને ઓછી ન આંકશો અને બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકશો’ પોતાની શક્તિને ઓળખો, પોતાની ટેવો સુધારવાની વાત આવે કે મોટા ભાગના માણસો હાથ ઊંચા કરી દે, ખરેખર તો પોતાની જાતને અને પોતાના વિચારોને બદલવા સહેલા છે, બીજાં કરે તેના કરતાં જાતે કરવું વધુ સરળ છે.  

  • 1 તમારા પર લાગેલાં લેબલ દૂર કરો : તમને લગાડવામાં આવેલ નકારાત્મક લેબલો તમારા મગજમાં ઊંડે સુધી ઘૂસી જાય છે અને ખરાબ અસર કરે છે. મારી દીકરી સીરીના ‘ખેલાડી’ ન હતી. આ લેબલ કાઢવા તેણે ઘણા પ્રયત્નો કર્યા અને ધીમે ધીમે તે રમત તરફ દોરાઈ. ‘હું કંઈ પણ કરવા શક્તિમાન છું.’ એ વિચાર જ તમને શક્તિ આપશે.
  • 2 તમારા અર્ધજાગૃત મન સાથે વાત કરો : આપણે આપણા અજાગૃત મન સુધી પહોંચી શકતા નથી એમ માનવું જરા મુશ્કેલ છે. આપણે ઘણી વાર અજાણતા જે રીતે વર્તીએ છીએ તેને માટે જાગૃત થવાની જરૂર છે. અર્ધજાગૃત (અજાગૃત નહીં) મન સાથે સંવાદ કરતા રહો કે મારે જાગૃત જિંદગી જીવવી છે. વસ્તુઓ ભૂલી જવી, માણસો ભૂલી જવા જેવી વસ્તુઓ માટે અર્ધજાગૃત મન સાથે સતત સંવાદ કરતા રહો.
  • 3 ધ્યાન રાખવાનું શરૂ કરો : બહાનાં વિનાની જિંદગી જીવવા હું તમને સભાન બનવાનું અને ધ્યાન રાખવાનું શરૂ કરવા કહીશ. મારી ચાવી ભૂલવાની ટેવ સુધારવામાં મેં ધ્યાન રાખવાનું શરૂ કર્યું. હું ‘ભૂલકણો’ છું એમ માનવું મેં બંધ કર્યું. હું ચાવી ક્યાં મૂકું છું તે ધ્યાન રાખવું મેં શરૂ કર્યું. ચાવી માટે જગ્યા નક્કી કરી. ભૂલકણાપણાની એક ખોટી ટેવ મેં સુધારી. હું યોગ કરવા જતો કે તરવા જતો ત્યારે કામના વિચારોમાં ખોવાયેલ રહેતો. હું સભાન બની વર્તમાનમાં રહેવા લાગ્યો. મેં એક બહુ સારી વાત સાંભળી છે : ચાલવા નીકળો ત્યારે ચાલવામાં ધ્યાન રાખો, બેસો ત્યારે બેસવામાં અને સૂઓ ત્યારે સૂવામાં ધ્યાન રાખો. દરેક શ્વાસનું, દરેક હલનચલનનું, દરેક લાગણીનું ધ્યાન રાખો. હું સભાન બની ગયો છું, વર્તમાનમાં જીવું છું અને ચાવી ભૂલતો નથી !
  • 4 જડતા દૂર કરવાનું નક્કી કરો : જે બહાનાંઓ તમે વર્ષોથી કાઢતાં આવ્યા છો અને તમારો અહંકાર જેને પોષે છે તે બહાનાં સહેલાઈથી દૂર થવાનાં નથી. જાત સાથે સંવાદ કરો અને પોતાની જડતા દૂર કરવાનું નક્કી કરો. પુસ્તક અમુક દિવસમાં વાંચવાનું વિચારીએ તો કંઈ પણ થાય તો પણ કરીએ છીએ ને ! રોજ સવારે ઊઠી પોતાની જાત સાથે કરાર કરો. લખી રાખો. ક્યારેક ભૂલી જવાય તો કામ લાગશે !
  • 5 નિશ્ચયાત્મક બનો અને શક્તિ મેળવો : તમે તમારી આસપાસની દુનિયા નિશ્ચયોથી શક્તિશાળી બનાવો. તમારે જે બનવું છે તેના ફોટા, ચિત્રો, સુવાક્યો, તમારી આસપાસ દેખાય તેમ રાખો. પ્રાકૃતિક દશ્યોનાં ચિત્રો, ફૂલો, પોસ્ટરો ઠેરઠેર દેખાય તેમ ગોઠવો. તમે જે ચાહો છો તે તો બનશો જ અને આખું વિશ્વ પણ તમને તે બનવામાં મદદ કરશે. તમારી જાતને ચાહો, તમારી દૈવી શક્તિને ઓળખો અને વિશ્વની શક્તિના હક્કદાર બનો. નિશ્ચય કરો અને બહાનાં ભગાડો.
  • 6 મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહો : તમારે મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહેવું છે કે અસહકારી વિશ્વમાં તે નિર્ણય તમારે કરવાનો છે. તમે જેવો નિર્ણય કરશો તેવી દૈવી શક્તિ પામશો. તમે સારા માણસો અને સારી મદદ વિષે વિચારશો તો તેને આકર્ષશો અને મેળવશો. જો તમે ખરાબ માણસો, અસહકાર અને વિરોધીઓનો વિચાર કરતા રહેશો તો તેઓ જ તમને ભટકાશે. માનસિક વલણ બદલતાં તમારી ઈચ્છેલી દરેક વસ્તુ તમને મળશે. સ્વાસ્થ્ય, સુખ, સફળતા. બધું જ તમને મળશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે તેના દરેક કામમાં તે તમને સાધન બનાવે. તેનું દરેક કામ તમારાથી થાય. તમે દૈવી શક્તિનો અંશ બની જાઓ.
  • 7 ફરિયાદ ન કરશો, ખુલાસો ન આપશો : ફરિયાદ અને ખુલાસો બંને બહાનાના સાથીદાર છે. જેવી તમે ફરિયાદ કરવી શરૂ કરો કે જાતજાતનાં બહાનાં બને. ‘મારું કામ મોડું થવા તે જવાબદાર છે’, ‘મારી તબિયત કામને લીધે બગડે છે’ વગેરે. ક્યારેક મોસમનું બહાનું, ક્યારેક દેશના અર્થતંત્રનું બહાનું, ક્યારેક માણસોનું બહાનું. બહાનાંનો અંત લાવવા ક્યારેય ખુલાસો કરવો નહીં. ખુલાસો કરવા જતા અહંકાર વચ્ચે આવે. તમે તમારી જાતને સાચી પુરવાર કરવા જાવ જેથી વિરોધ વધે, શંકા વધે. માટે ક્યારેય ફરિયાદ ન કરવી કે ખુલાસો પણ ન કરવો.
  • શરૂમાં કીધું તેમ ‘તમારી જાતને બદલવાની શક્તિને ઓછી ન આંકશો અને બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકશો.’ પોતાની શક્તિને ઓળખો. પોતાની ટેવો સુધારવાની વાત આવે કે મોટા ભાગના માણસો હાથ ઊંચા કરી દે. ખરેખર તો પોતાની જાતને અને પોતાના વિચારોને બદલવા સહેલા છે. બીજાં કરે તેના કરતાં જાતે કરવું વધુ સરળ છે. જેમ કે મોટે ભાગે આપણું શરીર તબિયત જાળવી રાખે છે તેમ મનને પણ માનસિક સમતોલન જાળવતાં આવડે છે. હું મનની શક્તિનો સારા માણસો અને સંજોગોને આકર્ષવા ઉપયોગ કરું છું. મન પર પડેલી બાળપણની છાપ બહુ ઊંડી હોય છે અને તે બદલવી પણ મુશ્કેલ છે, છતાં હું મારા પ્રયત્નો ચાલુ રાખું છું.
    કુલ પાનાં : 74. કિંમત રૂ. 15. પ્રાપ્તિસ્થાન : વિચાર વલોણું, 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ઓક્ષફર્ડ ટાવર સામે, ગુરુકુળ રોડ, અમદાવાદ-380052. ફોન : +91 79 26751357
  • – વાયન ડબલ્યુ. ડાયર
    (ભાવાનુવાદ : દર્શા કિકાણી)

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનો ૬૬ મો જન્મદિવસ
Next Article આર.કે. યુનિવર્સીટી- ત્રંબા ખાતે યોગ દિવસની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?