અમેરિકાના બે શહેરમાં ફાયરિંગની ઘટનાઓ, શાળામાં સોમવારે ગોળીબારમાં 2 વિદ્યાર્થીઓના મોત થયા તો જ્યારે 1 શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા
અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોન્ટેરી પાર્કમાં થયેલા ફાયરિંગની ઘટના બાદ હવે અમેરિકાના બે શહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે. અમેરિકી મીડિયાના જણાવ્યા અનુસાર લેટેસ્ટ હુમલો કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં થયો હતો. ફાયરિંગની આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચીને અમેરિકન શેરિફ (યુએસ પોલીસ)એ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ સિવાય આયોવાની એક શાળામાં ફાયરિંગની બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
- Advertisement -
Update: Death toll in a mass shooting in Monterey Park, California rises to ten, Reuters reported
— ANI (@ANI) January 22, 2023
- Advertisement -
કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં સોમવારે એક હુમલાખોરે અચાનક એક સાથે અનેક લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો અને 7 લોકોના મોત થયા. કાઉન્ટીની શેરિફ ઓફિસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરની થોડી જ વારમાં ધરપકડ કરવામાં આવી હતી. હાફ મૂન બે શહેર સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 28 માઇલ (45 કિલોમીટર) દક્ષિણમાં આવેલું છે.
આયોવામાં શાળામાં ફાયરિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર ગોળીબાર ડેસ મોઇન્સ સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન થયો હતો. અહીં બપોરે એક વાગ્યે ઇમરજન્સી કામદારોને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓને ગંભીર ઈજાઓ સાથે 2 વિદ્યાર્થીઓ મળ્યા, તેઓને તાત્કાલિક CPR આપવામાં આવ્યા. હોસ્પિટલમાં બંને વિદ્યાર્થીઓના મોત થયા હતા.
Update: Death toll in a mass shooting in Monterey Park, California rises to ten, Reuters reported
— ANI (@ANI) January 22, 2023
આયોવામાં ઘટનાના 20 મિનિટ પછી પોલીસે કારમાંથી 3 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા. જ્યારે એક આરોપી કારમાંથી ભાગી ગયો હતો. સાર્જન્ટ પોલ પારિઝેકે જણાવ્યું કે, આ ઘટના અચાનક નથી બની તેને સંપૂર્ણ આયોજન હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં તાજેતરમાં થયેલા ગોળીબાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ધ્વજને અડધી માસ્ટ પર લહેરાવવાનો આદેશ આપ્યો હતો.
સ્થાનિક નેતાઓએ શું કહ્યું?
કેલિફોર્નિયાના સ્થાનિક નેતાઓએ ટ્વિટ કર્યું કે, તેઓ સ્થાનિક જિલ્લામાં ગોળીબારના કારણે લોકોના મોત પર શોક વ્યક્ત કરે છે, આ માટે અમે સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરવાનો પ્રયાસ કરીશું.