– ભારતીય સેનાએ બનાવવામાં આવેલા બંકરને તોડ્યા અને ટેન્ટ ઉખેડી નાખ્યા
ભારત અને ચીનમાં ચાલી રહેલા બોર્ડર વિવાદની વચ્ચે ભારત માટે એક સારા સમાચારા સામે આવ્યા છે. ચીન સતત પોતાની સેનાને પાછળ હટાડી રહી છે. પહેલા પૈંગોગ તળાવથી ચીન સૈનિકોને પાછળ હટાડયા પછી હવે એક બીજા ક્ષેત્રમાં પણ ચીનની સેના પાછળ હટવા માટે મજબૂર બની છે. ચીનની સેનાને ગોગરા- હોટસ્પ્રિંગ્સથી પોતાની સેના પાછળ હટાવી છે. ગોગરા- હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં ગશ્ત ચોકી- 15ના ગતિરોધવાળા સ્થાનથી સૈનિકોને પાછળ હટાવવાની પાંચ દિવસની પ્રક્રિયા હેઠળ અગ્નિ મોર્ચામાં પોતાના સૈનિકોની પાછળની બાજુએ મોકલી દિધા. તેની સાથે જ, તેમજ ત્યાં બનાવવામાં આવેલા બંકર અને અસ્થાયી નિવાસને પણ દૂર કરવામાં આવ્યા.
- Advertisement -
ચીનની સેનાએ એવા સમયે પીછેહટ કરી છે જ્યારે એસસીઓ મીટ દરમ્યાન બંન્ને દેશોના રાષ્ટ્રીય પ્રમુખોએ મળવાની સંભવના દેખાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનની રાષ્ટ્રપતિ શી જિંનપિંગ એસસીઓ મીટ દરમ્યાન મળી શકે છે.
એવામાં ચીનની સેનાને પાછળ હટાવવા માટે આ સારો સંદેશઓ દેખાઇ રહ્યો છે. જો કે બંન્ને પક્ષો યોજના મુજબ પાછળ હટી ગયા છે, જેમાં પૂરી પ્રક્રિયાને સંયુક્ત રૂપે સમાવેશ કરવામાં આવશે.
આ વિસ્તારમાં હજુ છે ચીનના સૈનિકોનો કબ્જો
બંન્ને પક્ષ ગશ્ત ચોકી-15થી પીછેહટ કરી છે. જો કે, હજુ કેટલાક વિસ્તારમાં ચીનના સૈનિકો હાજર છે. ડેમચોક અને દેપસાંગના વિસ્તારમાં અવરોધ હલ કરવામાં હવે કોઇ પ્રગતિ નથી.
- Advertisement -
જો કે ભારત અને ચીનની સેનાની વચ્ચે હવે આ બાબતને લઇે સહમતિ બની ગઇ છે. બંન્ને સૈના વચ્ચે બનેલી વાતચીતથી પીછેહટ કરી છે. જેને લઇને 8 સપ્ચેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી કે, તેમના ક્ષેત્રમાં અવરોધવાળા ક્ષેત્રમાં સાનિકો પીછેહટ માટે રોકાયેલી પ્રક્રિયાને આગળ વધારતા પીપી-15થી સૈનિકાને દૂર કરી દીધા છે. સ્થાનિક થલ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેના જણાવ્યા અનુસાર, હવે ત્યાં જઇને તપાસ કરવામાં આવશે. પરંતુ સૈનિકોની પીછેહટની પ્રક્રિયા અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ અને નિર્ણયો મજબ જ થશે.