અક્ષય કુમારનાં હેરડ્રેસર મિલન જાધવનું નિધન થતાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનાં હેરડ્રેસર મિલન જાધવનાં નિધન પર તેમણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે હેરડ્રેસર મિલન જાધવનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ પોતાના 15 વર્ષના કામના અનુભવને શેર કરતા ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર હેરડ્રેસર મિલન જાધવ સાથે પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં મિલન અક્ષય કુમારના વાળ સરખા કરતા જોવા મળે છે.
- Advertisement -
અક્ષય કુમારે શેર કરી ઈમોશનલ પોસ્ટ
આ ફોટો પોસ્ટ કરતા અક્ષય કુમાર લખે છે કે પોતાના ફન્કી હેરસ્ટાઈલ્સ અને સ્માઈલ્સને કારણે તમે ભીડમાં અલગ પડતા હતા. તમે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે મારો એકપણ વાળ રેન્ડમ ન હોય. અક્ષયે આગળ લખ્યું છે કે મિલન જાધવ 15 વર્ષોથી વધારે સમય મારા હેરડ્રેસર રહ્યા છે. મને હજુ પણ ભરોસો નથી થતો કે તમે હવે મારી સાથે નથી.
- Advertisement -
View this post on Instagram
15 વર્ષો સુધી સાથે કર્યું કામ
હું તમને ખૂબ જ મિસ કરીશ. ઓમ શાંતિ. અક્ષયની આ પોસ્ટ પર પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે કોમેન્ટમાં હાથ જનોદતા ઇમોજી બનાવ્યા છે. આ સાથે જ અક્ષયના ફેન્સ પણ આ પોસ્ટ પર સતત કમેન્ટ્સ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા જ રીલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન બોક્સ ઓફિસ કલેક્શનના મામલામાં ફ્લોપ સાબિત થઈ હતી. ફિલ્મા અક્ષય કુમારની સાથે ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.