-બન્ને દેશોના કારણે એશિયાનો વિકાસદર 4.6% રહેશે: જાપાન-ચીન બે દેશો જ ફુગાવાથી મુક્ત
વિશ્વમાં અમેરિકા સહિતના પશ્ર્ચીમના દેશો ફુગાવા અને મંદીનો સામનો કરી રહ્યા છે તે સમયે 2023માં ભારત અને ચીન વિશ્વમાં વિકાસનું ડબલ એન્જીન બનીને કામ કરશે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે આગાહી કરતા જણાવ્યું કે 2023માં વિશ્વમાં વિકાસમાં અડધી ભાગીદારી ભારત અને ચીનની હશે.
- Advertisement -
આઈએમએફએ એશિયાનો વિકાસદર 4.6% રહેવાની ધારણા પણ વ્યક્ત કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ જાહેર કરેલા પોતાના અનુમાનમાં વિશ્વના વિકાસમાં 70% યોગદાન એશિયાના દેશોનું અને તેમાં 50% ભારત અને ચીનનું હશે અને ભારત અને ચીનથી એશિયાના દેશોને પણ લાભ થશે.
જો કે મંદી સહિતના કારણે વૈશ્વિક વિકાસ દરમાં ઘટાડો થયો છે અને યુક્રેન તથા રશિયાનું યુદ્ધ પણ વૈશ્વિક વિકાસને પ્રભાવિત કરી રહ્યું છે. વિશ્વના લગભગ તમામ દેશો પર ફુગાવાનું દબાણ છે. અમેરિકામાં બેન્કીંગ કટોકટીમાં હજું પણ એક બે બેન્કો ચિંતા કરાવી શકે છે. આઈએમએફના જણાવ્યા મુજબ મોંઘવારીના પ્રશ્ન છે તો જાપાન અને ચીન હજુ પણ વિશ્વના દેશોમાંથી અલગ બની રહ્યું છે.