મશાલ રેલી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા એ રાજકોટના જેતપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે અગ્રણી કિશોર શાહએ મહામૂલી આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી એમની ભાવવંદના અર્પણ કરી ને દેશની આઝાદીના ઈતિહાસ નું વર્ણન કર્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ સ્કૂલ જેતપુરની બાળાઓએ દેશ ભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ હતા તેમજ સાવલિયા પ્રિયાંશી ના ગ્રુપ તેમજ પ્રતીક વાધેલા, જોશી પ્રિયંકા એ દેશ ભક્તિ ગીત રજૂ કરેલ હતા.
કાર્યક્રમ બાદ જૂનાગઢ રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત નગરજનોએ નિહાળ્યું હતું.

- Advertisement -
આ કાર્યક્રમ પ્રસંગે મામલતદાર ડી એ ગીનિયાંએ સર્વેનું શાબ્દીક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણી રમેશ જોગી કિશોર શાહ બાબુ ખાચરીયા ડી કે બલદાણીયા રમાબેન મકવાણા, પી.જી.વી.સી.એલ નાયબ ઇજનેર કેતન પાઘડાર, નગરપાલિકાના દીપકભાઈ પટોળીયા માર્ગ મકાન વિભાગના અધિકારી પીપળીયા તેમજ વિવિધ વિભાગોના અધિકારી ઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવનીત રાજગોર દ્વારા થયું હતું જયારે સર્કલ ઓફિસર નિખિલ મહેતા અને ખાનપરા એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી નીકળેલ મશાલ રેલી માટે ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ, યુવા ભાજપ, જે.સી.આઈ, જેતપુર લિયો કલબ તેમજ અન્ય સસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન પૂર્વ મંત્રી જશુબેન કોરાટ દ્વારા કરાયેલ હતું.


