પતંગ માર્કેટમાં આઈ સ્માર્ટ ફીરકીએ પતંગબાજોમાં ખાસ આકર્ષક જમાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉત્તરાયણનું ખાસ મહત્વ હોય છે, ખાસ કરીને પતંગ રસિકો ઉત્તરાયણની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષે યાત્રાધામ વીરપુરમાં ઉત્તરાયણમાં પતંગ રસિકોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
2025ની નવા વર્ષની ઉત્તરાયણને લઈને અત્યાર થી જ પતંગ રસિકોમાં ઉત્તરાયણમાં અનેરો ઉત્સાહ છે જેમને લઈને આ વખતે પતંગ બાજોમાં ખાસ તો કાગળ તેમજ પ્લાસ્ટિકની રંગબેરંગી પતંગો સાથે સાથે બાળકોમાં ડોરિમોન,પોકેમોન કાર્ટુન પતંગો તેમજ બે સળી તેમજ ત્રણ સળી વાળી પતંગો તેમજ તૈયાર કિના બાંધેલી પતંગો પતંગ રસિકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે તેમજ ખાસ તો પુષ્પા-2 તેમજ હેપી 2025ની પતંગોનો ક્રેઝ પણ વધુ જોવા મળ્યો છે સાથે ખાસ તો આ વર્ષે નવી આઈ સ્માર્ટ ફીરકી જે ઓટોમેટિક ઇલેક્ટ્રીક ફીરકી પણ પતંગ માર્કેટમાં હોવાથી લોકોમાં ખાસ ખરીદીનું કેન્દ્ર બની ખાસ વેચાણ જોવા મળી રહ્યું છે, પતંગ રસિકોએ જણાવ્યું હતું કે આ વર્ષે તૈયાર કિના બાંધેલી પતંગો માર્કેટમાં મળી રહી છે.
જેમને લઈને ઉત્તરાયણની આગલી રાતે જે અગાવ પતંગોના કિના બાંધવા પડતા તે હવે તૈયાર કિના બાંધેલ પતંગો માર્કેટમાં મળતા પતંગ બાજોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ સાથે સાથે આઈ સ્માર્ટ ઓટોમેટિક ફીરકી માર્કેટમાં વેચાતી હોવાથી પતંગ રસિકોમાં તે ઓટોમેટિક ઇલેક્ટ્રીક ફિરકીએ ખાસ આકર્ષક જમાવ્યું છે કારણકે ઓટોમેટિક ઇલેક્ટ્રીક ફીરકી થી પતંગ ચગાવતી વખતે પતંગની દોરી ઓટોમેટિક ઝડપથી વિટાઈ જાય છે જેમને લઈને પતંગબાજીમાં સમય બગડતો નથી અને દોરીને પણ નુકસાન થતું નથી તેથી આ આઈ સ્માર્ટ ફિરકીએ પતંગ રસિકોની ખરીદીમાં ખાસ બેવડો ઉત્સાહ છે તેમજ સુરતી માંઝા અને મોટા બ્યુગલનું પણ વધુ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ઉત્તરાયણને ગણતરીના જ દિવસો બાકી છે જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં આ વખતે પતંગબાજો ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહ્યા છે.