વીજ કનેક્શન કાપવા ગયેલા ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
તમે શું દોડ્યા આવો છો કહીં બોલાચાલી કરી લાઈનમેનને માર માર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વીજ કર્મી પર હુમલો કર્યાના બે બનાવ સામે આવ્યા છે. શિવનગરમાં વિજકનેકશન કાપવા ગયેલા પીજીવીસીએલના કર્મચારી સાથે બોલાચાલી કરી મકાન માલિક સહિત ચાર લોકોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કોઠારીયા ગામમાં વીજ ગ્રાહકોએ બિલ ન ભરેલ તે કામગિરી દરમિયાન વીજકર્મી પર શું દોડ્યા આવો છું કહીં હુમલો કર્યો હતો.
- Advertisement -
આટકોટ ગામે પંચાયત ઓફિસ પાસે રહેતા જયંતિભાઈ ગોવિંદભાઈ દાફડાએ આર.ટી.ઓ કચેરી પાછળ આવેલા શિવમનગરમાં રહેતા રાહુલ દિનેશ મકવાણા, દિનેશ ભીમજી મકવાણા અને તેના બે પુત્ર સહિત ચાર સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે પોતે પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે કોઈ ગ્રાહકે વીજબીલ ભરેલ ન હોઈ તે ગ્રાહકોનું વીજ કનેકશન કટ કરવાની કામગીરી કરે છે જે ગ્રાહકોએ વીજબીલ ભરેલું ન હોઈ તે ગ્રાહકોનું લીસ્ટ લઈ ગઈ કાલે શિવમનગરમાં રહેતા ગ્રાહક વિશનદાસ વીરૂમલ મીરાણનું બે મહિનાનું લાઈટ બીલ તથા તે પહેલાના રૂ.4459 ભરવાના બાકી હોય જેથી અવાર નવાર કર્મી રૂબરૂ જઈ બીલ માંગવા જવા છતાં ભરતા ન હોઈ જેથી આ મકાનમાં રાહુલ મકવાણા રહે છે જેનું કનેકશન કાપવા જતા ઉપરોકત ચારેય ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી ધમકી આપી હતી. પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે જામનગર રોડ શેઠ નગરમાં રહેતાં અને બેડી ગામ પાસે આવેલ પીજીવીસીએલમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ ડામોર ઉ.52 ગઇકાલે કોઠારીયા ગામમાં બિલના પૈસા ભરાવવા અંગેની કામગિરી કરવા પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ સાથે ગયા હતા. જ્યાં ભરવાડ વાસમાં રહેતાં ખોડાભાઈ દેવાભાઈએ બિલ ભરેલ ના હોય જેથી વિજકર્મીઓ તેના ઘરે ગયા હતા જ્યા ખોડાભાઈની ઘરની ડેલી બંધ હોય જેથી ડેલી ખખડાવતા હતાં અને ઘરની અંદર કોઇ છે કે નહી તે માટે ડેલીની આજુ બાજુ જોતાં હતાં તેવામાં ત્યાં બાજુમાં રહેલ પ્રકાશ મૈયા હાડગરડા નામનો શખ્સ આવેલ અને વિજકર્મીઓને કહેલ કે તમે શું દોડ્યા આવો છો કહીં બોલાચાલી કરવા લાગેલ અને ઉશ્કેરાઈ ગોપાલભાઈને ઢિકા પાટુનો માર મારવા લાગેલ તેવામાં તેની સાથે રહેલ વિજકર્મીઓએ બચાવેલ. અને બાદ ગોપાલભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા.