By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    8 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    6 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    8 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    1 day ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની એક પણ સરકારી શાળા નહીં, ગ્રાન્ટૅડ ચાર !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની એક પણ સરકારી શાળા નહીં, ગ્રાન્ટૅડ ચાર !
રાજકોટ

રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની એક પણ સરકારી શાળા નહીં, ગ્રાન્ટૅડ ચાર !

Khaskhabar Editor
Last updated: 2025/12/02 at 4:25 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટના તમામ વેપારી સંગઠનો દ્વારા DDOથી લઈ CM સુધી રજૂઆત

4 ગ્રાન્ટેડ શાળામાંથી 2માં એડમિશન મળવા મુશ્કેલ, એક માત્ર ગર્લ્સ માટે, અન્ય એક બંધ થવાના આરે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. 20 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાય: અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની 4 ગ્રાન્ટેડ શાળાઓ છે. જેમાંથી 2 શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળવા મુશ્કેલ છે ત્યારે અન્ય એક શાળા માત્ર ગર્લ્સ માટે છે. આ સિવાયની એક શાળા ઓક્સિજન ઉપર ચાલતી હોવાના આક્ષેપો થયા છે. જેથી રાજકોટ શહેરમાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શહેરના ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ શરૂ થશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટના વેપારી જયદીપ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની સરકારી શાળા એક પણ નથી અને ગ્રાન્ટેડ શાળા માત્ર 4 છે. જેમાંથી 2 શાળા એવી છે કે જેમાં સામાન્ય બાળકને પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. આ સિવાયની એક સ્કુલ એવી છે કે જે માત્ર દીકરીઓ માટે છે બાકીની એક શાળા ઓક્સિજન ઉપર છે. હાલ જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારે અંગ્રેજી માધ્યમની વધુમાં વધુ સરકારી શાળાઓ શરૂ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સમગ્ર સમાજને કહેવા માગીએ છીએ કે સરકારી શાળામાં કાબિલિયત શિક્ષકો હોય છે કારણ કે આ શિક્ષકો ઝઊઝ અને ઝઅઝ ઉપરાંત ઙઝઈ અને ઇ.યઉ. જેવી પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક બને છે. જેથી તમામ લોકોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ કારણ કે ખાનગી શાળામાં લાયકાત વાળા શિક્ષકો ખૂબ જ ઓછા હોય છે.
તમામ વેપારી સંગઠનોએ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી, કમિશનર ઓફ સ્કૂલ અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત બાદ ચીફ મિનિસ્ટર ઓફિસમાંથી ઇમેલ પણ આવ્યો હતો કે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી વાલીઓને અપીલ છે કે તેઓ જાગે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારી સાથે અલગ અલગ વેપારી સંગઠનો જોડાયેલા છે જેમ કે હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસોસિયેશન, વિવિધ જ્ઞાતિ સંગઠનો, સિંધી સમાજ અને મોચી સમાજે લેખિતમાં ટેકો આપ્યો છે.
જ્યારે વેપારી આગેવાન પરસોતમ પમનાણીએ જણાવ્યુ હતુ કે, ધોરણ 9 થી 12ની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી એ સર્વે જ્ઞાતિનું અભિયાન છે જેથી તમામ સાથ સહકાર આપવો જોઈએ.

ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ થશે, જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ

- Advertisement -

આ બાબતે રાજકોટ ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને જણાવ્યુ હતુ કે, રાજકોટમાં હાલ ધો.9 થી 12 માં ગુજરાતી માધ્યમની સરકારી કરણસિંહજી અને બાયસાહેબબા હાઈસ્કૂલ છે. જ્યારે નવી 2 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની તૈયારી છે જેમાં ભગવતીપરામાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં જૂન – 2026 થી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. જેમાં ધોરણ 9 માં 60 અને ધોરણ 10 માં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે, ગ્રાન્ટેડમાં સેન્ટ મેરી અને જી. ટી. શેઠ ગર્લ્સ અને બોયઝ માટે છે. જ્યારે પી. બી. કોટક માત્ર ગર્લ્સ માટે છે તો માતૃ મંદિર સ્કૂલ બંધ થવાના આરે છે.

You Might Also Like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રાફિકને કારણે નિર્ણય : રાજકોટનો 150 ફૂટ રીંગ રોડ નવી ડિઝાઈન સાથે ફરી બનશે
Next Article રાજકોટમાં શક્તિ સુપર શી ટીમ દ્વારા ‘સ્ટોપ ડ્રગ્સ-સ્ટાર્ટ લાઇફ’ જાગૃતિ અભિયાનનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?