સગાઈ કર્યા બાદ પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં જેમ્સ ભૂવાજી સામે નોંધાતો ગુનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
મહુવા પંથકમાં રહેતો અને જોગસ પાર્કનો જેમ્સ ભુવાજીએ પોતે કોન્ટ્રકસનનો ધંધાર્થી છે તેવી ઓળખ આપી ગોંડલ પંથકની યુવતી સાથે સગાઈ કરી આઠ માસમાં યુવતી સાથે બડજબરીથી ગોંડલ અને સુરતમાં દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતાં પોલીસે આરોપી જેમ્સ ભુવાજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે ગોંડલ પંથકમાં રહેતી 18 વર્ષની યુવતીએ મહુવાના જેમ્સ ચૌહાણ સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં આઈપીસી 376,506(2), આઇટી એક્ટ 66 (ઈ) સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી બે ભાઈ-એક બહેનમાં નાની છે. તેની સગાઈ માટે આરોપી અને તેના પિતા ઘરે આવ્યાં હતાં અને આરોપીએ તેણીના પિતાને પોતે ક્ધટ્રકશનનો વ્યવસાય કરે છે તેમ કહીં સબંધ નક્કી કર્યા હતો અને બાદમાં બંનેની સગાઈ થઈ હતી. જે બાદ આરોપી તેણીના ઘરે આવ્યો હતો અને ધરારથી શરીર સબંધ કરવાનું કહેતાં તેણીએ ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા આરોપીએ ધમકી આપી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
જે બાદ તેણીના પિતાને અને તેમને જાણ થઈ હતી કે આરોપી ક્ધટ્રકસનનો ધંધો નથી કરતો પણ જોગસ પાર્ક મંદિરમાં ભુવાજીની ઓળખ આપી ધતિંગ કરે છે અને તેનો વિડીયો પણ સોશીયલ મીડિયામાં સામે આવતાં આરોપી અને તેના પરિવારને સબંધ તોડી નાંખવા બાબતે વાત કરી હતી. દરમિયાન ફરિયાદીના ભાઈના લગ્ન ગઈ તા.10-2 ના સુરત રાખેલ હતાં. જ્યાં પણ આરોપી આવ્યો હતો અને ત્યાં ભાડે રાખેલ ફ્લેટમાં તેણીને લઈ જઈ શરીર સબંધ બાંધવાનું કહેતાં તેણીએ વિરોધ કરતાં આરોપીએ તેના ભાઈ પિતાને મારી નાંખવાની ધમકી આપી પરાણે દુષ્કર્મ આચર્યું હતું જેથી તેણીએ ત્યાં જ તેની સાથે ઝઘડો કરી સબંધ તોડી નાંખતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો
જે બાદ તેણીના પિતાએ અવારનવાર આરોપીના પરિવારને સગાઈનો માલસામાન લઈ જવાનું કહેતાં તેઓ ધમકી આપતાં હતાં. ઉપરાંત આરોપીએ તેણીની સાથેના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સ્ટેટસમાં ફોટા ચડાવી તેણીને બદનામ કરવાનો પ્રયાસ પણ કરતો હતો. જે બાદ તેણીએ તેના પર આરોપીએ દુષ્કર્મ કર્યાની વાત પરિવારને કહેતાં અંતે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી જેમ્સને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.