પ્રાંત અધિકારીની ટીમ દ્વારા કોલસાના કૂઆમાંથી 11 શ્રમિકોને બહાર કાઢ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
એક તરફ ચોટીલા પ્રાંત અધિકારી દરરોજ કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડા કરતા જાય છે ત્યારે બીજી તરફ આ કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ તંત્રને પડકાર ફેંકતા હોય તે માફક કોલસાની ખાણો ફરીથી શરૂ કરે છે. ત્યારે ફરી એક વખત ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે માલિકીની જમીનમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા કરી આઠ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે
આ સાથે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા કોલસાની ખાણમાંથી 11 જેટલા મજૂરોનું રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તથા ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નલખંભા ગામે આવેલી રઘુભાઈ જીવણભાઈ કોળીના સર્વે નંબર 132 વાળી ખાનગી માલિકીની જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાના કુઆ પર દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન ખનિજ માફિયાઓના નાસભાગ મચી જવા પામી હતી છતાં પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સ્થળ પરથી ચરખી, ત્રણ બકેટ, એક કોમ્પ્રેસર તથા 15 ટન કોલસાનો જથ્થો સહિત આઠ લાખ રૂપિયાનો મુદામાલ ષફહિં કર્યો હતો જ્યારે પ્રાંત અધિકારીએ દરોડા કરતા તમામ ઈસમો નાશી ગયા હતા પરંતુ કોલસાની ખાણની અંદર કામ કરતા 11 જેટલા મજૂરો હોવાથી તેઓનું રેસ્ક્યૂ કરી તમામ શ્રમિકોને બહાર કાઢી ગેરકાયદેસર કોલસાના ખનનની કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખનાર અનુબેન મનસુખભાઇ કોળી પટેલ તથા જમીન કબજેદાર રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદેસર કોલસાની ખાણમાંથી રેસ્ક્યુ કરેલ મજૂરો.
(1) રીનુબેન હેમુભાઇ સાદરીયા રહેવાસી ગામ : ખાખરાથળ તાલુકો થાનગઢ
(2) સંગીતાબેન મુકેશભાઈ રહેવાસી ગામ : રાજગઢ મધ્ય પ્રદેશ
(3) દીપકભાઈ ધીરાભાઈ વસોલીયા રહેવાસી ગામ : રાયસંગપર (વેલાડા) તાલુકો મુળી
(4) ભરતભાઈ ધીરુભાઈ વાસોલિયા રહેવાસી ગામ : રાયસંગપર (વેલાણા) તાલુકો મુળી
(5) તેજાભાઈ દેવાભાઈ પરમાર રહેવાસી ગામ : ભવાનીગઢ તાલુકો મુળી
(6) કાલુભાઈ પીધિયા પાલ રહેવાસી ગામ : રાજગઢ મધ્ય પ્રદેશ
(7) રાજુભાઈ હરજીભાઈ ધોરીયા રહેવાસી ગામ : સરોડી તાલુકો થાનગઢ
(8) જીગાભાઈ સોમાભાઈ કારેલીયા રહેવાસી ગામ : કાનપર તાલુકો થાનગઢ
(9) મુકેશભાઈ નંદરામભાઇ રહેવાસી ગામ : રાજગઢ ( મધ્યપ્રદેશ )
(10) મનોજ ભાવસિંગ રાઠવા
રહેવાસી ગામ : લુણી (છોટાઉદેપુર )
(11) નાનજીભાઈ નારાયણભાઈ મકવાણા રહેવાસી ગામ : સરોડી તાલુકો થાનગઢ
- Advertisement -