પોરબંદર જિલ્લામાં ચોમાસાના પાણીનો ભુગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન -2025 કેચ ધ રેઈન અંતર્ગત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનુ ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, રીપેરીંગ,જળાશય જાળવણી, જળાશય, તળાવ ડીસીલ્ટીંગ,ડેમ અને નહેર મરામત અને જાળવણી,નહેર ડીસીલ્ટીંગ, નદી મરામત,વોકળાની સાફ સફાઈ સહિતનાં કામો કરવામાં આવી રહ્યાં છે. જે અંતગર્ત પોરબંદર તાલુકાના સોઢાણા ગામ ખાતેના આપડોરિયા તળાવ ઊડું ઉતારવાની કામગીરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં 3700 ઘન મીટર માટી કાઢવામાં આવી છે અને તળાવ વધારે ઊંડું બને તે માટેની કામગીરી પણ વધુ તેજ ગતિથી કરવામાં આવી રહી છે. આપડોરિયા તળાવ ઊડું ઉતારવાથી પાણીનો વધુ જથ્થો સંગ્રહિત કરી શકાશે.
Follow US
Find US on Social Medias