By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    17 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો આ હોય (ત)મારું અંતિમ પ્રવચન જીવન સમેટાવાની ક્ષણે માણસ કેવો નિખાલસ એકરાર કરે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > જો આ હોય (ત)મારું અંતિમ પ્રવચન જીવન સમેટાવાની ક્ષણે માણસ કેવો નિખાલસ એકરાર કરે?
AuthorNaresh Shah

જો આ હોય (ત)મારું અંતિમ પ્રવચન જીવન સમેટાવાની ક્ષણે માણસ કેવો નિખાલસ એકરાર કરે?

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 12:18 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

તમે વાંચો છો, એ આ લેખકની કોલમનો આખરી લેખ હોય તો ? અચ્છા, તમે વાંચો છો, એ તમારો છેલ્લો લેખ હોય તો ? જરા કંપારી છૂટી જાય તેવી વાત છે. ગમે તેવી કષ્ટદાયી હોય, જિંદગી સહુને વહાલી હોય છે પણ એથી કંઈ અંતિમ પડાવમાં કદાપિ બદલાવ આવ્યો નથી, આવવાનો નથી… છતાં એ ય હકિક્ત છે કે જીવનની આખરી પળ (ન કરે નારાયણ, પણ આવી જાય તો) વખતે આપણે સ્વસ્થ હોઈએ તો નજીકના, અંગત લોકોને એકઠાં કરીને શું કરીએ ? વિષય કલ્પનાનો છે છતાં રસપ્રદ તો છે જ, સો ટકા.

એક આડ વાત. તમારી પાસે જિંદગીના છેલ્લા દિવસો જ બચ્યાં હોય તો તમે શું કરો, એ મતલબનો લેખ વરસો પહેલાં સૌરભ શાહે લખ્યો હતો. તે લેખથી પ્રેરિત થઈને શાહનામાના લેખકે (જિંદગીની છેલ્લી ચોવીસ કલાક બચી હોય તો તમે શું કરો) પણ લેખ લખેલો અને પછી તો શાહનામા નો લેખક મરી પરવાર્યો હોય તો તમે કેવી શ્રદ્ઘાંજલિ આપો – એ વિષે પર તો એક હતો નરેશ નામનું પુસ્તક પણ પ્રસિદ્ઘ ર્ક્યું છે પણ…

- Advertisement -

તમે મોરારિબાપુ, શાહબુીન રાઠોડ, ગુણવંત શાહ, અશ્ર્વિની ભટ્ટથી લઈને વૈજ્ઞાનિક જે. જે. રાવળ અને ડૉ. મનુભાઈ કોઠારી જેવી વિવિધ સેલિબ્રિટીને છેલ્લું પ્રવચન દેવાનું કહી શકો ખરાં ? મુંબઈના આર્કિટેકટ (અને અભિયાનના સાપ્તાહિકના સ્થાપક) અવિનાશ પારેખ અને તેમના કોફી મેટસ સંસ્થાના મિત્રોએ ર010 માં આવા વિવિધ ક્ષ્ોત્રોના મહારથીઓને (જો આ હોય મારું ) અંતિમ પ્રવચન આપવા માટેનું નવતર પ્લેટફોર્મ સર્જયું અને પછીથી એ તમામ પ્રવચનોનું દળદાર પુસ્તક પણ પ્રગટ થયું : અલ્પવિરામ : જો આ હોય મારું અંતિમ પ્રવચન

લગભગ બે વરસ સુધી ચાલેલી અંતિમ પ્રવચનની શ્રેણીમાં રોકડા પચ્ચીસ મહાનુભાવોએ જીવનનું આખરી ગણીને પોતાનું પ્રવચન આપ્યું હતું અને તેને શબ્દશ: પુસ્તકમાં છાપવામાં આવ્યું છે… આમ લખવાનું કારણ જાણવા માટે ગાંધીજન નારાયણભાઈ દેસાઈના આ શબ્દો વાંચો : એક કબુલાત સાથે શરૂઆત કરવા માંગુ છું. આજે જે વિષય રાખવામાં આવ્યો છે અથવા તમારી જે અપેક્ષ્ાા હશે એ વિશે મને ખાસ રુચિ નથી. મેં એ બાબતે થોડો વિરોધ પણ નોંધાવ્યો હતો (એ પછી થોડી હળવી વાત કરીને નારાયણભાઈએ કહ્યું કે) આટલો વિનોદ કરી પછી મારે થોડી વેદનાની વાત કરવી છે. એ વેદના એટલે આપણે અહીં ભેગા થયા છીએ તે. મુંબઈના શાણા લોકો, બૌદ્ઘિકોને મહિનામાં એક વાર કોઈકનું વ્યાખ્યાન સાંભળવાનું આયોજન કરવાનું મન થયું, અને તે પણ પાછું રવિવારે જ કારણકે બાકીના દિવસોએ તો આપણે વધારે અગત્યના કામ કરવાના હોય છે. દર મહિને એક વાર આ રીતે કોઈને સાંભળવા માટે એકત્ર થવું, એ મારે મતે તો આળસુ માણસની પ્રકૃતિ છે

અંતિમ પ્રવચનના પ્રથમ વક્તાએ આ રીતે ઝાટકણી કાઢીને કહેલી વાત તો બેશક વાંચવા જેવી છે. સોરી, સાંભળવા ચૂકી ગયા હો તો ખરેખર વાંચવા જેવા આ પ્રવચનો (દરરોજ એક વાંચો તો પચ્ચીસ દિવસનો પ્રસાદ) છે. મધુ રાય પોતાના પ્રવચનમાં ઈચ્છાઓનું બકેટ લિસ્ટ આપતાં કહે છે કે, મારા પૈસા ઉચાપત કરવા બદલ એક માણસ સામે મેં કોર્ટ કેસ ર્ક્યો છે. તે કેસ મારે જીતવો છે. મારે એક આઈપોડ વસાવવું છે. મારા ન્યુ જર્સીના ઘરને રિમોડેલ કરવું છે. એક સરસ નોટબુક, અને લગીર મોટી સ્ક્રીનવાળો એક મોબાઈલ ફોન લેવો છે…

- Advertisement -

રામકથાકાર મોરારિબાપુ પોતાના અંતિમ પ્રવચનમાં એક જગ્યાએ કહે છે કે, … એનો અર્થ એવો નથી કે અત્યારે જે બોલું છું તે સાચું જ બોલું છું. અત્યારે ક્યારેક કથા માંગવા કોક આવે ત્યારે મજબૂરીનું જૂઠ બોલવું પડે કે, બહુ સમય નથી, પણ એ સમયમાં જૂઠનો આશ્રય લેવો પડયો એનું મને દુ:ખ છે અને તમારા સૌની સામે વ્યક્ત કરવાનું સુખ પણ છે. કોઈ લોભ કે કોઈ કામનાએ મને બહુ હેરાન નથી ર્ક્યો, પણ વ્યવહારની સંકડામણો, મજબૂરીઓએ જૂઠનો આશ્રય બહુ કરાવ્યો, બચપણમાં.

નન અધર ધેન (હવે સ્વર્ગીય) અશ્ર્વિની ભટ્ટ અંતિમ પ્રવચનનો આરંભ કરતાં કહે છે કે, મને પંચોતેર થયા, પણ છેલ્લા પંદર વર્ષમાં હું ત્રણ વખત મૃત્યુને મળીને – હાથતાળી આપીને પાછો આવ્યો છું…
ગુણવંત શાહ : … મને કેટલીક વાતો નિખાલસપણે જાહેરમાં કહી દેવાની ચળ આવી રહી છે… એવી વાતો છે, જે મેં ઈજ્જત નામની ચુડેલના ભયથી ખાનગીમાં દબાવી રાખી હતી… હવે પછીની ક્ષ્ાણોમાં આ મજકૂર શખ્સ અને મજબુર ઈસમ જે કંઈ બોલશે તેમાં નિરપવાદ, નિખાલસતા અને વળી થોડીક નફફટ નિર્ભયતા પણ હશે
અંતમાં ત્રણ જ શબ્દો : વાંચવા જેવું પુસ્તક

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારવાડી, આત્મિય, RK અને VVP કૉલેજ પાસે ડ્રગ પેડલર્સનાં ધામા
Next Article આપણી અંદર વ્યાપ્ત અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે શક્તિની પૂજા કરીએ….

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?