By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    9 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    9 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માનવતા હજુ મરી પરવારી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > માનવતા હજુ મરી પરવારી નથી
AuthorShailesh Sagpariya

માનવતા હજુ મરી પરવારી નથી

Khaskhabar Editor
Last updated: 2022/01/25 at 12:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સુરતનો અંકિત પડશાલા જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ-બહેન સહિતના પરિવારની જવાબદારી આ 17 વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને 4000 જેવું કમાતા એટલે બચત તો નહોતી ઉલટાનું એક વર્ષનું મકાન ભાડું પણ ચૂકવવાનું બાકી હતું. અંકિતે હિમત હાર્યા વગર ઘરની જવાબદારીઓ સંભાળી લીધી અને પરિવારના ગુજરાન માટે અભ્યાસની સાથે સાથે સુરતના જુદા જુદા વિસ્તારોમાં 8-10 જગ્યાએ સાયકલ પર જઈને ટ્યુશન આપવાનું ચાલુ કર્યું.

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

આ વર્ષે આ છોકરાએ ભારતની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરી. ઇન્ટરવ્યુની તૈયારી માટે એ દિલ્હી હતો ત્યારે અહી સુરતમાં એના મમ્મી અને નાના ભાઈને કોરોના થયો એટલે અંકિત સુરત પરત આવી ગયો. થોડા દિવસમાં બહેન અને પોતાના સહીત આખો પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયો. ઘરે જ સારવાર લઈને બધા સાજા થયા.

- Advertisement -

એકદિવસ અંકિત એના પિતરાઈ ભાઈના ગોડાઉન પર ગયો હતો. સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા ગોડાઉન પરથી સાંજના 7 વાગ્યાની આસપાસ પરત આવતી વખતે ગોડાઉનની સામેની દુકાનને જ ઘર બનાવીને રહેતા લગભગ 45 વર્ષના એક ભાઈને ધ્રુજતા જોયા. અંકિત એની પાસે ગયો અને પૂછપરછ કરી એટલે ખબર પડી કે એ ભાઈ વોચમેન તરીકે કામ કરે છે એમના પત્ની સાથે ભાડાની દુકાનને જ ઘર બનાવીને રહે છે. કોરોનાના કારણે પત્નીને વતનમાં મોકલી દીધેલા એટલે એ ભાઈ એકલા જ રહેતા હતા. બે દિવસથી તાવ જેવું હતું પરંતુ આજે ટાઢ પણ ચડી હતી એટલે ધ્રુજતા હતા.

અંકિતને સમજાય ગયું કે આ કોરોનાના જ લક્ષણો છે. જેની સાથે કોઈ જ પરિચય નહોતો એવા એ ભાઈને અંકિત પોતાના વાહનમાં બેસાડીને નજીકમાં કતારગામની એક હોસ્પિટલમાં લઇ ગયો. બધા ટેસ્ટ થયા તો ખબર પડી કે એ ભાઈ કોરોના પોઝીટીવ છે. બીજી કોઈ તકલીફ નહોતી એટલે જરૂરી દવાઓ લઈને અંકિત એ ભાઈને એના રૂમ પર મૂકી આવ્યો અને પોતાના ઘરેથી જમવાનું ટીફીન પણ પહોંચાડી દીધું. બીજા દિવસે પણ ટિફિન લઈને એ ભાઈને જમાડવા માટે ગયો. કઈ દવા ક્યારે લેવાની એ બધું સમજાવ્યું. એ ભાઈને બહુ ખબર નહોતી પડતી એટલે જુદા જુદા સમયની દવાઓ અલગ પાડીને જુદા જુદા ખાનાઓમાં મૂકી અને ક્યાં સમયે ક્યાં ખાનામાંથી દવા લેવાની એ સમજાવ્યું.
અંકિત જ્યારે એ ભાઈ માટે ટીફીન લઈને જાય ત્યારે પોતાની સાથે ઓકસીમીટર પણ લઇ જાય અને એમનું ઓક્સિજન પણ ચેક કરે. બે દિવસ પછી ઓક્સિજન લેવલ ઘટવા માંડયું એટલે અંકિત એ ભાઈને લઈને સુરતના સેવા ગ્રુપ દ્વારા ચાલતા આઇસોલેશન સેન્ટર પર પહોંચ્યો અને ત્યાં દાખલ કર્યા. દર્દીને કંઈ થાય તો સંપર્ક કરવા માટે રીલેટિવનાં નંબર લખાવવાના હતા. અંકિતે કહ્યું, ’અત્યારે તો હું જ એનો રીલેટિવ છું. મારા નંબર લખી લો.’

એકદિવસ રાત્રે અંકિતના મોબાઈલ પર કોલ આવ્યો કે તમારા સંબંધીની હાલત ખરાબ છે તમે તાત્કાલિક આવી જાવ. અંકિત અડધી રાતે આઈસોલેશન સેન્ટર પર પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો ભાઈની તબિયત વધુ ખરાબ હતી એટલે એને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવા પડે તેમ હતા. અંકિતે એમના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને એ ભાઈને લઈને એક ખાનગી હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલ વાળાએ ડીપોઝીટ જમા કરાવવાનું કહ્યું એટલે અંકિતે તુરત જ પોતાનું ક્રેડીટ કાર્ડ સ્વેપ કરાવીને ડીપોઝીટ જમા કરાવી.

- Advertisement -

જેની સાથે આંખની પણ ઓળખાણ ન હતી એવા માણસને બચાવવા માટે અંકિત બધું જ કરવા તૈયાર હતો. ડોકટરે કહ્યું કે કદાચ આ ભાઈને વેન્ટીલેટર પર લેવા પડશે એટલે એની તૈયારી રાખજો. અંકિતે વિચાર્યું કે વેન્ટીલેટરનો ખર્ચ તો હું નહિ ઉપાડી શકું એટલે આ કાકાને વેન્ટીલેટરની જરૂર જ ન પડે એવી કસરત કરાવું. અંકિત 24 કલાકમાંથી 21 કલાક એ હોસ્પિટલમાં જ રહેતો અને કસરત કરાવતો માત્ર ન્હાવા માટે અને ફ્રેશ થવા માટે 3 કલાક ઘરે જતો. માનવીય હુંફ અને સારવારને લીધે એ ભાઈની તબિયત સુધારવા માંડી. હવે આઇસોલેશન સેન્ટરમાં રહીને પણ સારવાર થઇ શકશે એવું લાગતા હોસ્પિટલમાંથી રજા લીધી.

હોસ્પિટલ મેનેજમેન્ટે 1,41,820નું બિલ આપ્યું. અંકિતની આ બિલ ભરવાની કોઈ હેસિયત જ નહોતી એટલે એણે બીજા મદદ કરી શકે એવા લોકોનો સંપર્ક કરીને પોતે ભરેલી ડીપોઝીટ સહીત 1 લાખ જેવી વ્યવસ્થા કરી દીધી. આ ભાઈ મારા કોઈ સગા નથી પરંતુ માત્ર માનવતાના નાતે મારાથી જે મદદ થાય એ મેં કરી છે એવી વાત અંકિતે હોસ્પિટલને સમજાવવાનો પ્રયાસ કર્યો તો હોસ્પિટલે સ્પષ્ટ કહી દીધું કે બિલ તો પૂરે પૂરું ભરવું જ પડશે. જે વ્યવસ્થા કરવી હોય એ કરો, જરૂર પડે તો તમારી મિલકત વેંચો પણ બિલ નહિ ભરો ત્યાં સુધી દર્દીને રજા નહિ મળે. અંકિતે ભરતભાઈ માંગુકિયા નામના સેવાભાવી યુવાનનો સંપર્ક કર્યો અને એમણે મદદ કરી એનાથી હોસ્પિટલનું પૂરે પૂરું બિલ પણ ભરી આપ્યું.

અત્યારે એ ભાઈની તબિયત એકદમ સારી છે અને આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. એમના પત્નીને પણ ગામડેથી બોલાવી લીધા જેથી એમને ટેકો રહે.

જેની સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી એવા અજાણ્યા માણસ માટે સંતાનથી પણ વિશેષ સેવા કરનાર અંકિત પડશાલાને નતમસ્તક વંદન. આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અંકિત યુપીએસસીનાં ઈન્ટરવ્યુમાં પાસ થઇ જાય કારણ કે વહીવટીતંત્રને આવા સંવેદનશીલ અધિકારીઓની બહુ જરૂર છે.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં હવે કોરોનાની સાથે કોલ્ડ વેવનો પણ પડશે માર
Next Article કરણ-કાજોલ-શાહરૂખ: રિશ્તો મેં દરાર આઇ, ખરેખર?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?