– 7 બેઠકમાંથી ભાજપે 6 બેઠક જીતી જ્યારે એક સિટ આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના પરિણામો એકબાદ એક સામે આવી રહ્યા છે. જો ભાવનગરની વાત કરી એ તો અહીં 7 માંથી 6 બેઠક ભાજપે જીતી છે. ભાવનગરમાં 6 ભાજપ તેમજ એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

ભાવનગરમાં ભાજપનો પ્રચંડ વિજય

ભાવનગરમાં 7 બેઠક માંથી ભાજપે 6 બેઠક જીતી
ભાવનગરમાં 6 ભાજપ એક બેઠક પર આપનો વિજય
ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના સેજલ પંડ્યાની જીત
ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘણીની જીત
ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીની જીત
તળાજા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણની જીત
પાલીતાણા બેઠક પર ભાજપના ભીખાભાઇ બારૈયાની જીત
મહુવા બેઠક પર ભાજપના શિવાભાઈ ગોહિલની જીત
ગારીયાધાર બેઠક પર આપના સુધીર વાઘણીની જીત

કાર્યકરોમાં ખુશીનો માહોલ
ભાવનગરમાં પશ્ચિમ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતાઓની જીત થવા પામી છે. જીતું વાઘાણીએ પણ જીત હાંસલ કરી છે. જીતુ વાઘાણીએ જીત મેળવતા કાર્યકરોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ભાવનગરના મહુવામાં પણ ભાજપનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલની ભવ્ય જીત થતા કાર્યકરોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક પર ભાજપની જીત થવા પામી હતી જ્યા પણ વિજયનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તળાજા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણની જીત થતાં કાર્યકરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું