હિંમતનગર શહેરના અજંતા સોસાયટી ના ઉમેદવાર જગદીશ કુમાર નારાયણ ભાઈ પ્રજાપતિ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ હિંમતનગર નગરપાલિકામાં વોર્ડ નં.૯ માં કોર્પોરેટર ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવાર શહેરનો સાચો વિકાસ કરવા દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે તેવા આશયથી ઉમેદવારી કરેલી છે. ઉમેદવાર સામાજિક ધાર્મિક જાહેર હિત ધરાવતી સંસ્થા સાથે તેમજ સામાજિક કાર્યકર તરીકે લોકહિતની તેમજ જાહેર જીવન સાથે જોડાયેલા છે. અપક્ષ ઉમેદવાર તરીકે નિષ્પક્ષ ,નીડર, નિષ્ઠાવાન તેમજ દરેક વર્ગના સમાજ ને કામ માટે કટિબદ્ધ રહેશે એવો પોતાને વિશ્વાસ છે.અપક્ષ ઉમેદવાર તરીકે પોતે તટસ્થ રહીને ચૂંટણી લડી લેવા માટે મૂડમાં છે.
જગદીશ સોલંકી. અરવલ્લી.


