By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    7 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    8 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    8 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    8 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ
રાષ્ટ્રીય

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ

Khaskhabar Editor
Last updated: 2026/04/29 at 1:30 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

EVMમાં BJP બટન પર ટેપ ચોંટાડવામાં આવી?

- Advertisement -

મતદાનના દિવસે EVM સાથે છેડછાડ અને બટનો પર ટેપ ચોંટાડવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. અભિષેક બેનર્જીના સંસદીય મતવિસ્તારમાં BJP ઉમેદવાર દેવાંશુ પાંડાએ આરોપ લગાવ્યો હતો કે ઘણા બૂથ પર EVM મશીનો પર તેમના નામ અને પાર્ટીના ચૂંટણી પ્રતીકને અનુરૂપ બટન ટેપ કરવામાં આવ્યું હતું, જેના કારણે મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરી શકતા નથી.

BJPના IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં EVM ના બટનો પર ટેપ ચોંટાડેલી જોઈ શકાય છે. આને “ડાયમંડ હાર્બર મોડેલ” ગણાવતા તેમણે કહ્યું, “મમતા બેનર્જી આવા ગુનેગારો (જેમ કે જહાંગીર ખાન)નો બચાવ કરી રહ્યા હતા. અસંખ્ય બૂથ પર ટેપનો ઉપયોગ કરીને ભાજપને મત આપવાનો વિકલ્પ બ્લોક કરવામાં આવ્યો છે.” માલવિયાએ ખાસ કરીને બૂથ નંબર 144, 170 અને 189 નો ઉલ્લેખ કર્યો.

ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

- Advertisement -

ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?

મતદારોનો મમતા પર ગંભીર આરોપ

ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મમતા બેનરજી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, “તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે.”

હિંસા અને લોહિયાળ અથડામણ

ભાજપના કાર્યકર્તા પર હુમલો 

નદિયા (ચાપડા): ચાપડા વિધાનસભાના બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ TMC કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.

EVM માં ખામી: અનેક કેન્દ્રો પર EVM મશીનો બગડવાની ફરિયાદ ઉઠી હતી. એક કેન્દ્ર પર સવારે ૮:૩૦ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું નહોતું, જેને કારણે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

હવે બસ યુદ્ધજહાજો તૈનાત કરવાના બાકી છે: અભિષેક બેનરજી 

બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, બંગાળમાં માત્ર INS યુદ્ધજહાજ અને રાફેલ તૈનાત કરવાના બાકી છે, સરકાર એ પણ કરી લે. 30 લાખ મતદારોને મત આપવાથી રોકવામાં આવ્યા છે. અમે 2021 કરતાં વધુ બહુમતી સાથે ચોથીવાર સરકાર બનાવીશું.

મમતા બેનરજીએ શું કહ્યું?

પોતાના મતવિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મમતા બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાપો ઠાલવતા કહ્યું કે, બહારથી આટલા બધા ઓબ્ઝર્વર્સ બોલાવવામાં આવ્યા છે, જેઓ માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. ભાજપના ઈશારે નાચે છે. જરા તમારી ચારે બાજુ જુઓ, અમારા એક પણ પોસ્ટર રહેવા દીધા નથી, બધા હટાવી દેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં આવી રીતે ચૂંટણીઓ થાય છે?

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
Next Article વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?