By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
    8 hours ago
    વિશ્વભરમાં દર કલાકે 5 મહિલાઓની જીવનસાથી કે પરિવારજનો દ્વારા હત્યા
    8 hours ago
    રશિયાના એરબેઝ પર હુમલામાં 5 લડાકુ વિમાન નષ્ટ, યુક્રેનનો દાવો
    8 hours ago
    ભારત પર ટેરિફ-બૉમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકા
    1 day ago
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી
    8 hours ago
    હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
    8 hours ago
    મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
    8 hours ago
    ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
    8 hours ago
    હરિયાણામાં ગેંગવોર : ઢાબા પર 4 યુવક પર ગોળીબાર, તમામના મોત
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    3 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    5 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    1 week ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    કાશીમાં દેવતાઓની દિવાળી: 21 લાખ દીવડાંથી જગમગવા લાગ્યા 84 ઘાટ
    1 day ago
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે હારે નહીં એની હારે હોય હરિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જે હારે નહીં એની હારે હોય હરિ
AuthorShailesh Sagpariya

જે હારે નહીં એની હારે હોય હરિ

Khaskhabar Editor
Last updated: 2022/02/26 at 1:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

પોતાના જ્ઞાનના બળે એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એને નોકરી મળી, આ યુવાને પોતાનું સંપૂર્ણ જીવન જુદા જુદા પ્રકારના રોગોની રસીઓ શોધવામાં સમર્પિત કરી દીધું.

શૈલવાણી
– શૈલેષ સગપરિયા 

અમેરિકાના ખેડૂત પરિવારમાં જન્મેલા મૌરાઇસ હિલમેનના નસીબમાં સમસ્યાઓ અને સંઘર્ષો જ લખાયેલા હતા. મૌરાઇસ તેની બે જોડકી બહેનો સાથે જ જન્મયો હતો પણ એના નસીબમાં બહેનનો પ્રેમ નહીં લખાયેલો હોય એટલે જન્મતાની સાથે જ એની બંને બહેનોનું અવસાન થયું. મૌરાઇસ જીવિત રહ્યો પણ જેની હૂંફ વગર જીવન અધૂરું ગણાય એવી માતા પણ મૌરાઇસના જન્મના માત્ર બે જ દિવસમાં આ જગત છોડીને ચાલી ભગવાનના દરબારમાં પહોંચી ગઇ.
મા વગરના દીકરાનો ઉછેર પોતાનાથી નહીં થઈ શકે એવું લાગતા મૌરાઇસના પિતાજીએ એના ઉછેરની જવાબદારી પોતાના નાનાભાઈને સોંપી. આ છોકરાના નસીબમાં વિધાતાએ કદાચ ભણવાનું પણ નહીં લખ્યું હોય એટલે ભણવાની ઉંમરે એમણે મજૂરી કામ કરવા અને બીજાના ખેતરોમાં કામ કરવા માટે જવું પડતું હતું. ભણવાની ઇચ્છા હોવા છતા પરિવારને મદદ કરવા માટે એને કામે જવું પડતું. મજૂરી અને બીજા નાના-મોટા કામો કરે પણ મન તો ભણવાની ઝંખના જ કર્યા કરે એટલે એમણે આવા કામ કરવાની સાથે સાથે પાર્ટટાઇમ અભ્યાસ ચાલુ કર્યો.

Contents
પોતાના જ્ઞાનના બળે એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એને નોકરી મળી, આ યુવાને પોતાનું સંપૂર્ણ જીવન જુદા જુદા પ્રકારના રોગોની રસીઓ શોધવામાં સમર્પિત કરી દીધું.શૈલવાણી – શૈલેષ સગપરિયા 

કામ કરતા કરતા જ એમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. કમાવું જરૂરી હતું એટલે એક નાની નોકરી સ્વીકારી પણ હૃદય તો હજુ આગળ વધવા જ ઇચ્છતું હતું. અભ્યાસ અને નોકરી બંને સાથે શક્ય નહોતું બનતું એટલે નોકરી મૂકી દીધી. માઇક્રોબાયોલોજી સાથે અભ્યાસ આગળ વધ્યો. નોકરી મૂકી એટલે આવક પણ બંધ થઈ આથી ખર્ચ ઘટાડવા માટે માત્ર એક ટાઇમ જમીને પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.

- Advertisement -

પોતાના જ્ઞાનના બળે એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એને નોકરી મળી. આ યુવાને પોતાનું સંપૂર્ણ જીવન જુદા જુદા પ્રકારના રોગોની રસીઓ શોધવામાં સમર્પિત કરી દીધું; જેના પરિણામે મૌરાઇસ હિલમેને ઓરી, અછબડા, ગાલપચોળીયા, રુબેલા, હિપેટાઇટીસ-બી, મેનેન્જાઇટીસ વગેરે જેવી 40 જેટલી રસીઓ તૈયાર કરી દુનિયાને અમૂલ્ય ભેટ આપી.

મૌરાઇસ હિલમેનના જીવનમાં અનેક સમસ્યાઓ આવી આમ છતા હિંમત હાર્યા વગર તેઓ એમની જીવનયાત્રામાં આગળ વધતા રહ્યા, તો સફળતાના શિખર સુધી પહોંચ્યા. એટલે જ કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા.

You Might Also Like

કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

IPS અધિકારી જગદીશ બાંગરવાએ ગુનાખોરી સામે સપાટો બોલાવ્યો…

નવરાશનો વૈભવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સપનાઓનું શાસ્ત્ર અકળ, અગમ્ય, અટપટું અને સાંકેતિક
Next Article ‘રંજિશ હી સહી’ દિલ કો દુ:ખાને કે લીએ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

નારીશક્તિને ન્યાય અપાવવાના સંકલ્પને કોઈ રોકી નહીં શકેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
હિંમતના હિમાલય સર કર્યા! : રાજકોટના છ યુવા સાહસિકે સર કર્યો 12,500 ફૂટ ઊંચો બ્રહ્મતાલ ટ્રેક
મહારાષ્ટ્ર સરકાર 42 લાખ ખેડુતોને 5 કિલો રાશન મફતમાં આપશે
હવે ગુજરાત રેરા ખરીદદારોને આપશે એક જ ક્લિકમાં બિલ્ડર કે પ્રમોટરનો ભૂતકાળ
ઊંચાઈ માત્ર 2 ફૂટ-કિંમત ₹1 કરોડ ! : પુષ્કરના મેળામાં દુનિયાની સૌથી નાની ભેંસ ‘પિંકી’ આકર્ષણનું કેન્દ્ર બની
ઓસ્ટ્રેલિયામાં ફેક ન્યૂઝ હટાવવા કડક કાયદોઃ રૂ. 1000 કરોડ સુધીનો દંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorBhavy Raval

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?